હજીરા: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)ની વર્કફોર્સમાં વિવિધતા બદલ કંપનીની પ્રસંશા કરી એમાં પણ ખાસ કરીને કંપનીમાં મહિલા કર્મચારીઓની ભાગીદારીને તેમને બિરદાવી હતી.
AM/NS Indiaની પેટાકંપની, AM/NS પોર્ટ્સ હજીરા લિમિટેડ દ્વારા વન વિભાગને બે ટ્રકો સોંપવામાં આવ્યા છે. હાલમાં જ યોજાયેલા કાર્યક્રમમાં તેના વિશે વાત કરતા મંત્રીએ AM/NS India દ્વારા ગત વર્ષે તેમના સ્ટાફમાં 300 મહિલા કર્મચારીઓના સામેલ કરાયા હતા. જેમાં એન્જિનિયરથી લઈને ડ્રાઇવર, સેફ્ટી માર્શલ અને ક્રેન ઓપરેટર તરીકે પણ મહિલાઓની ભાગીદારીને બિરદાવી હતી અને કહ્યું હતું કે, પરંપરાગત વર્કિંગ ફોર્સની ભૂમિકાઓથી આગળ વધી રહી છે અને ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓને રોજગારી આપી છે તે જોઇને આનંદ થયો છે. ઉપરાંત મંત્રીએ AM/NS Indiaની એ પહેલની પણ પ્રસંશા કરી હતી જે અંતર્ગત કંપની દ્વારા 100થી વધુ સ્થાનિક ગામડાઓની મહિલાઓને વિશેષ તાલીમ આપીને નોકરી પર રાખવામાં આવશે. વધુમા તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી સ્થાનિક સમુદાયને સશક્ત કરવામાં મદદ મળશે. તેમણે કંપનીના ‘એકેડેમી ફોર સ્કીલ ડેવલપમેન્ટ’ પહેલને પણ બિરદાવી હતી. જે અંતર્ગત અંતર્ગત કંપની દ્વારા નજીકના ગામના સેંકડો યુવાનોને ટેક્નિકલ અને પ્રેક્ટિકલ નોલેજ આપી સ્કિલ્ડ બનાવવામાં આવે છે. આ પહેલથી તેમના માટે રોજગારીની તકો ઉભી થઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube