4 રૂપિયાના આ શેરમાં રોકાણ કરીને લોકો બની ગયા કરોડપતિ, 1 લાખમાંથી સીધા જ થઈ ગયા 11 કરોડ

Published on Trishul News at 9:22 AM, Sun, 20 August 2023

Last modified on August 18th, 2023 at 10:04 AM

Apar Industries Share Price: 1958 માં શરૂ થયેલ ટ્રાન્સમિશન કેબલ્સ, સ્પેશિયલિસ્ટ ઓઈલ, પોલિમર અને કંડક્ટરનું ઉત્પાદન કરતી આ કંપનીના સ્ટોક છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તમ વળતર આપ્યું છે. અપાર ઈન્ડસ્ટ્રીઝનો શેર(Apar Industries Share Price) એક સમયે 4 રૂપિયા પર હતો, ગુરુવારે તે 4703.60 રૂપિયા પર પહોંચ્યો હતો.

10 ઓગસ્ટ, 2001ના રોજ BSE પર અપાર ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત રૂ.4.01 હતી. હવે 17 ઓગસ્ટ, 2023ના રોજ, આ શેર રૂ. 4703.60 સુધી વધી ગયો છે. આ રીતે શેરમાં એક લાખ ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કોઈ વ્યક્તિએ 2001માં આમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 24,937 શેર મળ્યા હોત.

જો તેણે આજ સુધી આ શેર્સમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો આ રકમ વધીને 11.72 કરોડ થઈ ગઈ હોત. એટલે કે 22 વર્ષમાં આ શેર એક લાખથી 11 કરોડને વટાવી ગયો છે. આ રીતે આ 4 રૂપિયાના શેરે રોકાણકારને કરોડપતિ બનાવી દીધો છે.

છેલ્લા કેટલાક સમયથી આ સ્ટોક સતત વધી રહ્યો છે. છેલ્લા 22 વર્ષ સિવાય જો તમે શેરની સફર પર નજર નાખો તો છેલ્લા પાંચ વર્ષમાં તેમાં લગભગ 700 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં જ શેરે 300 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

આ શેર 18 ઓગસ્ટ, 2022ના રોજ રૂ. 1188 પર બંધ થયો હતો, જે 17 ઓગસ્ટ, 2023ના રોજ રૂ. 4703 પર પહોંચ્યો હતો. હવે છ મહિનાના સ્તર પર નજર કરીએ તો તે રૂ. 2,345 થી વધીને રૂ. 4,700ને પાર કરી ગયો છે. એટલે કે છ મહિનામાં પણ તેમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.

છેલ્લા ત્રણ વર્ષમાં જ સ્ટોકમાં 1400 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 4825 અને નિમ્ન સ્તર રૂ. 1172.80 છે.

Be the first to comment on "4 રૂપિયાના આ શેરમાં રોકાણ કરીને લોકો બની ગયા કરોડપતિ, 1 લાખમાંથી સીધા જ થઈ ગયા 11 કરોડ"

Leave a comment

Your email address will not be published.


*