તેજ ગતિએ ચાલ્યું મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ, 100 કિમી વાયાડક્ટ અને 230 કિમી પિઅરનું કામ પૂર્ણ- રેલ્વે મંત્રીએ વિડીયો કર્યો જાહેર

Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે, 100 કિમી વાયડક્ટનું બાંધકામ અને 230 કિમી થાંભલાઓનું સ્થાપન પૂર્ણ થયું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), જે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ (Mumbai-Ahmedabad Bullet Train) કાર્ય કરી રહી છે, તેણે આ માહિતી આપી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંદર્ભમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે.

6 મહિનામાં 100 કિલોમીટરનો પુલ બન્યો
NHSRCL મુજબ, આ પુલોમાં ગુજરાતની 6 નદીઓ એટલે કે વલસાડ જિલ્લાના પાર અને ઔરંગાબાદ, નવસારી જિલ્લામાં પૂર્ણા, મીંઢોલા, અંબિકા અને વેંગાનિયા પરના પુલોનો સમાવેશ થાય છે. NHSRCLએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટનો પહેલો ગર્ડર 25 નવેમ્બર, 2021ના રોજ લગાવવામાં આવ્યો હતો અને છ મહિનામાં એટલે કે 30 જૂન, 2022 સુધીમાં બ્રિજનો એક કિલોમીટર તૈયાર થઈ ગયો હતો.

આ વર્ષે 22 એપ્રિલના રોજ 50 કિલોમીટરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને ત્યારબાદ છ મહિનામાં 100 કિલોમીટરના પુલ બનાવવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું હતું કે આ ઉપરાંત પ્રોજેક્ટના 250 કિલોમીટર માટે થાંભલાઓ લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પણ પૂર્ણ કરવામાં આવેલ છે.અને બંધાયેલા પુલની બાજુઓ પર અવાજ અવરોધો શરૂ કરવામાં આવ્યા છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પાયો સપ્ટેમ્બર 2017માં નાખવામાં આવ્યો હતો
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. શેરહોલ્ડિંગ સિસ્ટમ મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને રૂ. 10,000 કરોડ ચૂકવશે, જ્યારે ગુજરાત સરકાર રૂ. 5,000 કરોડ ચૂકવશે અને મહારાષ્ટ્ર સરકાર પણ સમાન રકમ ચૂકવશે.

બાકીની કિંમત જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા પૂરી કરવામાં આવી રહી છે.સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન લગભગ બે કલાકમાં 500 કિલોમીટરથી વધુનું અંતર કાપશે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *