મુંબઈ જતી પવન એક્સપ્રેસમાં, 2 TTEએ એક મુસાફરને ચાલતી ટ્રેનમાં સીટ પરથી નીચે પછાડી લાતો અને મુક્કાઓ વડે માર માર્યો હતો. એક મુસાફરે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ TTE ગૌતમ કુમાર પાંડે અને નરેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં એક મુસાફર ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો. દંડ મુદ્દે મુસાફર અને TTE વચ્ચે વિવાદ વધ્યો. પહેલા બંને વચ્ચે મારપીટ થઈ હતી. આ પછી TTEએ માર મારવાનું શરૂ કર્યું. આ બંને TTE સમસ્તીપુર રેલવે ડિવિઝનના જયનગર સ્ટેશન પર કામ કરે છે. ડીઆરએમ આલોક અગ્રવાલની સૂચના પર વરિષ્ઠ ડીસીએમ ચંદ્રશેખર પ્રસાદે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા અને મામલાની તપાસના આદેશ આપ્યા. આ વીડિયો 2જી જાન્યુઆરીનો છે.
बिहार में चलती ट्रेन में 2 TTE ने यात्री को बेरहमी से पीटा|
– वीडियो वायरल होने पर रेलवे ने किया निलंबित|
– लोकमान्य तिलक टर्मिनल से जयनगर को जा रही पवन एक्सप्रेस में 2 जनवरी को ढोली स्टेशन के पास हुई घटना| pic.twitter.com/5leafejz3Q— Shubhankar Mishra (@shubhankrmishra) January 6, 2023
શું છે વીડિયોમાં…
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનના જનરલ ડબ્બામાં ઉપરની સીટ પર બેઠેલા મુસાફર સાથે બંને TTEનો વિવાદ થયો હતો. બંનેએ પહેલા પોતાના આઈડી કાર્ડ કાઢ્યા અને પછી બેગ આગળની સીટ પર રાખી દીધી. આ પછી TTE ગૌતમ કુમાર પાંડે અને નરેશ કુમારે પેસેન્જર સાથે ગેરવર્તણૂક શરૂ કરી.
પહેલા બંને મળીને તેને ઉપરની સીટ પરથી નીચે પટક્યો, પછી લાતો અને મુક્કાથી માર્યા. આ દરમિયાન ટ્રેનમાં હાજર મુસાફરો ટીટીઈને છોડી દેવા માટે આજીજી કરતા રહ્યા, પરંતુ તે માન્યા નહીં અને તેની સાથે મારપીટ કરતા રહ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.