Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad) શહેરના ઓગણજ સર્કલ(Ognaj Circle) નજીક BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવની ખૂબ જ મોટાપાયે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મહોત્સવની ગુજરાત જ નહીં, દેશ-વિદેશમાંથી પણ મોટા પ્રમાણમાં લોકો મુલાકાતે આવી રહ્યા છે. આ ઉપરાંત અહીં સમગ્ર વિશ્વમાંથી સ્વયંસેવકો સેવા આપવા માટે આવ્યા હતા અને હાલ પણ 80000 જેટલા સ્વયંસેવક સેવા આપી રહ્યા છે.
જેમાં મહારાષ્ટ્રમાંથી આવેલા CAના વિદ્યાર્થીએ સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વિદ્યાર્થીની જો વાત કરવામાં આવે તો, વિવેક વાલિયા નામનો વિદ્યાર્થી મુંબઈના વસઈથી અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દીમાં સેવા કરવા માટે આવ્યો છે. વિદ્યાર્થી ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેણે સેવા આપવા માટે CA ઇન્ટરની પરીક્ષા પણ છોડી દીધી હતી અને સેવામાં લાગી ગયો હતો.
શતાબ્દીમાં સેવા માટે CA ઇન્ટરની પરીક્ષા છોડી:
મહત્વનું છે કે, દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ બનાવવાના વિભાગમાં તે સેવા આપી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો અક્ષરધામની ડિઝાઇનમાં સ્ક્રૂ મારવાથી માંડીને સામાન ગોઠવવા, સ્ટ્રક્ચરલ કેટલીક નાની-મોટી કામગીરી સહિતની સેવા આપી રહ્યો હતો અને તે છેલ્લા ચાર મહિનાથી તે અહીં જ રહ્યો છે અને સેવા આપી રહ્યો છે. અગાઉ તેણે એક મહિના માટે સેવા આપવાનું નક્કી કર્યુ હતુ, પરંતુ તેણે વધુ ત્રણ મહિના સેવા આપવાનું નક્કી કર્યું હતું. તેણે વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, ‘હું CAનો અભ્યાસ કરી રહ્યો છે અને ફાઉન્ડેશન ક્લિયર કરી અહીં સેવા આપવા આવી ગયો હતો. ત્યાર બાદ ઈન્ટરની પરીક્ષા આપવા જવાની હતી. જેથી સેવાના કારણે મેં પરીક્ષા છોડી દીધી હતી. વધુમાં કહ્યું હતું કે, હવે 6 મહિના પછી CA ઈન્ટરની પરીક્ષા આપીશ.’
હજુ વધુ 35 દિવસ સેવા આપીને મુંબઈ પાછો ફરશે:
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવેક હજુ 35 દિવસ રહીને સેવા કરશે અને ત્યારબાદ મુંબઈ પરત ફરશે. અગાઉ ઓગસ્ટમાં એકલો અહીં સેવા માટે આવ્યો હતો, પરંતુ હવે તેનો આખો પરિવાર અહી સેવા આપી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હજારો સ્વયંસેવકો તન, મન દાને ધનથી પોતાની સેવાનું યોગદાન આપી રહ્યાં છે. જેમાં વિવેક જેવા અનેક વિદ્યાર્થી પણ છે જે પોતાના અભ્યાસને છોડી મહોત્સવમાં સેવામાં લાગી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.