ગઢડાના ઉગામેડી ગામે થયેલ યુવાનની હત્યા મામલે સગીરની ધરપકડ, બે ફરાર..

ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ગત રાત્રિના સુમારે પૈસાની લેતીદેતીના મનદુઃખના કારણે યુવાનને છરીના જીવલેણ ઘા ઝીંકી દેવાતા ગઢડા સારવાર અર્થે ખસેડાતા તેનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો જે મામલે મૃતક યુવાનના ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક સગીરની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હજુ બે શખસ નાસતા ફરી રહ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને ગઢડા તાલુકાના ઉગામેડી ગામે પીપળા ચોકમાં ગઇકાલે મંગળવારે રાત્રિના ૧૦ કલાકના અરસા દરમિયાન જયવીરભાઇ પ્રભાતભાઇ ચાવડા (ઉ.વ.૨૪)ને છરીના જીવલેણ ઘા ઝીંકી દેવાતા ગંભીર હાલતે યુવાનને ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.

ગઢડા આહિરવાસ, આહિર ચોરામાં રહેતા પરેશભાઇ વજુભાઇ ચાવડાએ ગઢડા પોલીસ મથકમાં મહેશ વાલજીભાઇ પરમાર, ગૌતમ વાલજીભાઇ પરમાર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના ભાઇ જયવીરભાઇએ મહેશને પૈસા આપેલ હતા તે બાબતે બોલાચાલી થયેલ અને સમાધાન થયું હતુ જેમાં રૂપિયા આપવાનું નક્કી કર્યા બાદ ગત રાત્રિના ૧૦ કલાકના અરસા દરમિયાન ઉક્ત તમામે ઉગામેડી ગામે પીપળા ચોકમાં મહેશ અને ગૌતમે જયવીરભાઇને બોલાવી ગુનાહીત કાવતરૂ રચી છરીના ઘા ઝીંકી દઇ તેમજ અન્યએ ગુનાહીત કાવતરામાં મદદગારી કરી તેના ભાઇની હત્યા કરી નાખી હતી.

ઉક્ત બનાવ અનુસંધાને ગઢડા પોલીસે ત્રણેય શખસ સામે આઇપીસી ૩૦૨, ૫૦૪ તેમજ ૧૨૦(બી) મુજબ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. ટી.એસ. રીઝવી સહિતના સ્ટાફે તપાસ કરી કાયદાના સંઘર્ષમાં રહેલ સગીરની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હત્યાના ગુનામાં હજુ બે શખસો નાસતા ફરી રહ્યા હોવાનું ગઢડા પોલીસ મથકથી જાણવા મળ્યું હતું.

હત્યાના પગલે ઉગામેડી ગામમાં મુકાયો બંદોબસ્ત.

ઉગામેડી ગામના પીપર ચોકમાં ગત રાત્રિના યુવાનની હત્યાનો બનાવ બનતા બોટાદ એસ.પી. સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. અને તપાસનો ધમધમાટ હાથ ધરી એક કાયદાના સંઘર્ષમાં રહેલ સગીરની ધરપકડ કરી લઈ ઓબ્ઝર્વેશન રૂમ હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે કાયદો અને પરિસ્થીતીના ભાગરૂપે ઉગામેડી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *