છત્તીસગઢ: છત્તીસગઢના ગારિયાબંદથી ખૂનનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ કુહાડીથી અનેક ઘા જીકીની પાડોશીનું માથુ ધડથી કાપી નાખ્યું હતું. એટલું જ નહીં, હત્યારાએ મૃતક વડીલનું કાપેલ માથા અને લોહી વાળી કુહાડી લઈને ગામમાં ફરતો હતો.
ગામમાં જેને આ દ્રશ્ય જોયું, તેની આત્મા કંપાવા લાગી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ દરમિયાન હત્યારા તેના મોંમાં ગુટખા ચાવતો હતો અને જોરજોરથી હસી રહ્યો હતો. સ્થળ પર હાજર કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ ડરામણા દ્રશ્ય જોયા બાદ ગામના લોકો ગભરાઈ ગયા છે. પોલીસને આ બનાવની જાણ થતાંની સાથે જ ઘટના સ્થળે પહોંચી હત્યારાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના ગારિયાબંદ જિલ્લાના છુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કોઠી ગામની છે, આ નિર્મળ હત્યા પાછળ એક નાનો વિવાદ કહેવામાં આવી રહ્યો છે. પોલીસ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીનો પાલતુ ડુક્કર મૃતકના ઘેરામાં પ્રવેશ કરી શાકભાજીનું નુકસાન કરતો હતો. મૃતક વારંવાર આ વાતને લઈને નારાજ થતો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપીએ કુહાડીથી જલ્લાદની જેમ વૃધ્ધને ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ મૃતકના માથું આરોપી ગામમાં લઇને રખડતો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ બાબતે વધુ વિગતો આપતાં એડિશનલ પોલીસ અધિક્ષક સુખનંદન રાઠોડે જણાવ્યું હતું કે, બંને વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારબાદ આરોપી માધવએ કરમ નામના વૃદ્ધને કુહાડી વડે હત્યા કરી હતી. પોલીસ આરોપીની પૂછપરછમાં વ્યસ્ત છે. આ ઘટના બાદ ગામમાં મૌન છવાઈ ગયું છે. લોકો અચાનક બનેલી ઘટનાને સમજવામાં અસમર્થ છે. છેવટે કોઈ એટલા નાના ઝઘડા માટે કોઈની હત્યા કેવી રીતે કરી શકે છે.
નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે સવારે જ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતકના પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. પોલીસ હત્યારાને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલમાં મોકલશે. પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કર્યા બાદ એક પાગલ યુવકે કાપેલા માથાને હાથમાં લઈને 20 કિ.મી.ના અંતરે પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવકે પરસ્પરની દુશ્મનાવટ અને શંકાને કારણે વડીલનું માથું કુહાડી વડે કાપી નાંખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.