સુરત(ગુજરાત): હાલ સુરત(Surat)માં ફરી એકવાર ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવતા ચર્ચા ઉઠી છે. શહેરના વી.આર.મોલ(VR Mall) સામેની રેસ્ટોરન્ટ મુસ્તાક અમદાવાદી તવાફ્રાય(Mushtaq Ahmedabadi Tawafry)ના ભોજનમાંથી ઈયળ નિકળી હોવાનું સામે આવ્યું છે. અહીં એક ગ્રાહકે વેજ ફ્રાઈ રાઈસ(Wedge fried rice)ની આઈટમ મંગાવી હતી. જેમાં ઈયળ નિકળી હતી.
જેને લઈને ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટના મેનેજરને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ દરમિયાન, મેનેજરે નિરાકણ કરવાને બદલે જવાબ આપ્યો હતો. જેથી ગ્રાહક દ્વારા SMC અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નિકળવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પણ સુરત તંત્રનું ફૂડ વિભાગ ઉંઘતું હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં જો રેસ્ટોરન્ટના સેમ્પલ લેવામાં આવે તો તેના રિપોર્ટમાં પણ ઘણો સમય કાઢી નાખવામાં આવે છે ત્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં રહે છે. પરંતુ તંત્ર કોઈ નક્કર કાર્યવાહીનો દાખલો બેસાડવામાં નિષ્ફળ જાય છે.
આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં ખાણીપીણીના એકમો પર ફુડ વિભાગની તપાસ કરવામાં આવતા 5 એકમોના સેમ્પલ ફેઇલ આવ્યા છે. જેનો મતલબ એ થાય છે કે, અત્યાર સુધી આ 5 એકમો લોકોના સ્વાસ્થ્યને હાનીકારક હોય તેવા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતાં હતા. હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ એક્ટિવ થઇ ગયું છે.
જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા ફુલ 58 એકમો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ 31 સેમ્પલો લેવામાં આવ્યા જેમાં 5 સેમ્પલ અનફીટ સાબિત થયા હતા. બાદમાં કાર્યવાહી કરતા 5 એકમોને સેમ્પલ ફેઈલના મામલે સીલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.