પ્રેમસંબંધમાં પતિ આડે હાથ આવતા પ્રેમી સાથે મળીને પત્નીએ રચ્યું હત્યાનું કાવતરું- પોલીસ તંત્રમાં મચી દોડધામ

બિહાર (Bihar) માં આવેલ મુઝફ્ફરપુર (Muzaffarpur) ના ટાઉન પોલીસ મથક (Police station) વિસ્તારના બાલુઘાટ (Balughat) માં પુસ્તકના વેપારી સુનીલ શર્માના 3 માળના મકાનના ઉપરના માળે શનિવારની મધરાત્રે (At midnight) ભાડુઆત સુભાષ કુમારના રૂમમાં કેમિકલ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ હત્યા કરાયેલ એક વ્યક્તિના મૃતદેહને ઠેકાણે લગાવાના પ્રયાસમાં થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે રાધા દેવીએ બોયફ્રેન્ડ સુભાષની સાથે મળીને ફ્લેટમાં તેના પતિ રાકેશ સહનીની હત્યા કરી નાંખી હતી. મૃતદેહના 8 ટુકડા કરીને ડ્રમમાં મૂકિ દેવામાં આવ્યા હતા. મૃતદેહને ઓગાળવા માટે ડ્રમમાં યુરિયા, મીઠું તથા એસિડ ભરી દેવામાં આવ્યું હતું.

રૂમમાં દુર્ગંધ ન આવે એટલે બારી તથા દરવાજામાં કપડાં ભરી દેવામાં આવ્યા હતાં. દરરોજ રાત્રે રૂમના ગેટ પર અગરબત્તી પ્રગટાવવામાં આવી હતી. સતત 4 દિવસ સુધી યુરિયા, સલ્ફ્યુરિક એસિડ તથા મીઠા સાથે શરીર પીગળવાને લીધે એમોનિયમ નાઇટ્રેટ ગેસ બની ગયો હતો.

એમોનિયમ નાઇટ્રેટના સંપર્ક તથા સળગતી અગરબત્તીના સંપર્કમાં આવતા વિસ્ફોટ થયો હતો. જો કે, FSLની ટીમનું જણાવવું છે કે, કેમિકલનું પરીક્ષણ તથા વિશ્લેષણ કર્યા પછી જ સમગ્ર હકીકત સામે આવશે. બીજી બાજુ રાકેશના ભાઈ દિનેશ સહનીના નિવેદન પર હત્યાની FIR નોંધવામાં આવી છે. મૃતકની પત્ની રાધા, બોયફ્રેન્ડ સુભાષ, સાળી કૃષ્ણ દેવી તથા સાઢૂ વિકાસને આરોપી ગણવામાં આવ્યા છે.

મૃતક રાકેશનો બિહારમાં ગેરકાયદેસર દારુનો ધંધો હતો:
રાકેશ બિહાર પોલીસના રડાર પર હતો કેમ કે, તે બિહારમાં ગેરકાયદેસર દારુનો ધંધો કરી રહ્યો હતો. જેને કારણે તે મોટાભાગે છૂપાઈને રહેતો હતો. આ દરમિયાન રાકેશનો સાથી સુભાષ તેના ઘરે આવતો જતો રહેતો હતો. આ સમય દરમિયાન રાકેશની પત્ની તથા સુભાષની ઓળખાણ થતા બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

8 ટૂકડામાં મૃતદેહના કાપવામાં આવ્યો:
પોલીસનું જણાવવું છે કે, રાકેશના મૃતદેહને 9 ટૂકડામાં કાપીને તેને ડ્રમમાં રાખવામાં આવ્યો હતો. રુમમાંથી એક ચપ્પુ મળી આવ્યુ હતું. પોલીસને આશંકા રહેલી છે કે, હત્યા કરવાના પ્રમુખ હથિયાર છુપાવી દેવામાં આવ્યા છે. આમ, સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે.

પ્રેમી અને પત્નીએ રાકેશને રસ્તામાંથી હટાવવા ષડયંત્ર રચ્યું:
પોતાના પ્રેમમાં મૃતક રાકેશ વચ્ચે આવતા પત્ની તેમજ પ્રેમીએ મળીને રાકેશને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. પત્નીની બહેન તથા જીજા પણ જોડાયા હતા. રાકેશની પત્નીના સુભાષની સાથેના સંબંધોની જાણ સમગ્ર સમાજને થતા રાકેશના ભાઈએ હત્યાના કેસમાં પોલીસને ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *