છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પર ડર્ટી પોલીટીક્સ: “જૂતા મારો આંદોલન” ના મુખ્ય સુત્રધાર ઉદ્ધવ- સુપ્રિયા ઉતર્યા રસ્તા પર

મુંબઈમાં રવિવારે મહા વિકાસ આઘાડી (MVA protest on Shivaji Maharaj Statue collapse) દ્વારા સરકાર વિરુદ્ધ “જુતા મારો આંદોલન” કરવામાં આવી રહ્યું છે. આ આંદોલન છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા પડી જવાના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ વર્ષા ગાયકવાડે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે સરકારને આ વાતની શરમ આવી જોઈએ અને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ.

મહારાષ્ટ્રના સિંધુ દુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પડી જવાના વિરોધમાં મહા વિકાસ અઘાડી(MVA)ના નેતાઓએ રવિવારે દક્ષિણ મુંબઈના ઉદ્ધારમાં હુતાત્મા ચોક થી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી વિશાળ રેલીનું આયોજન કર્યું છે. આ મૂર્તિ 17મી સદીના મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની હતી, જે સિંધુ દુર્ગ જિલ્લાના માલવન તાલુકામાં રાજકોટ કિલ્લા ઉપર સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ 26 ઓગસ્ટના 2024,રોજ આપમેળે જ પડી ગઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન 4 ડિસેમ્બર 2023 ના રોજ નૌ સેના દિવસના અવસરે કર્યું હતું.

વર્ષા ગાયકવાડે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજથી મોટી કોઈ અદાલત નથી અને ભાજપ હવે ભ્રષ્ટાચારી પાર્ટી બની ચૂકી છે. તેમણે પ્રશ્ન કરતા કહ્યું કે જવાહરલાલ નહેરુ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ આજે પણ 67 વર્ષ બાદ પણ અડીખમ ઊભી છે. પછી ભાજપ કઈ વાતનું આંદોલન કરી રહ્યું છે જ્યારે સરકાર તેમની જ છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવી એ આ મામલે માફી પણ માગી નથી.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App