રુસ: નખએ આપણા હાથનો ખુબ મહત્વનો ભાગ છે. એટલું જ નહીં, નખની સાફ સફાઈ પર પણ સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. જો તમે નખની તકેદારી નથી રાખતા તો પછી તેમાં રહેલ ગંદકીએ ખાવાના સમયે આપણા મોઢા દ્વારા શરીરમાં જાય છે. ફેશનના નામે આજે અમુક યુવતીઓએ નખ લાંબા કરતી જોવા મળે છે. પણ એ લાંબા નખની પણ એક સીમા હોય છે. એક સમય એવો આવે છે કે, જ્યારે નખ ખુબ વધી જાય ત્યારે તેને કાપવા જરૂરી છે. હા તમે ક્યારેય વિચાર્યું છે કે, જો સતત 4 વર્ષ સુધી નખ કાપવામાં ન આવે તો શું થાય? આજે તમને જણાવી દઈએ કે, જેણે છેલ્લા 4 વર્ષથી પોતાના નખ કાપ્યા જ નથી.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ ચાર વર્ષથી રુસની રહેવાવાળી એક 35 વર્ષના Elena Shilenkovaએ નખ કાપ્યા નથી. તેના નખની લંબાઈ અંદાજે 4.7 ઇંચ છે. આ ચાર વર્ષ દરમિયાન તેણે આ નખની ખુબ કાળજી લીધી હતી. તે સતત ધ્યાન રાખતી હતી કે, ક્યાંક તેના નખ તૂટી જાય નહિ. આના માટે તે ઘણી બધી વિટામિન્સની ગોળીઓ લેતી હતી. જેના કારણે તેના નખ મજબૂત રહે. એટલું જ નહીં, તે રોજિંદા કામ બહુ સાવધાની સાથે કરતી હતી.
તેને આ અંગે જણાવ્યું હતું કે, લોકોને લાગે છે કે આ નખને આટલા મોટા કરવા અને તેની સાંભળ રાખવી એ બહુ મુશ્કેલ કામ હશે પણ એવું જરાક પણ નથી આ ખુબ જ સરળ છે. બસ તમારે કામ કરવામાં થોડો બદલાવ લાવવાની જરૂરત છે. તેના દિવસભરના બધા જ કામ તે જાતે જ કરે છે. એટલું જ નહીં, તેની કામ કરવાની રીત પણ એવી છે જેનાથી તેના નખને કોઈ પ્રોબ્લેમ ન પડે.
છેલ્લા ચાર વર્ષમાં તેણે આ નખને નાના બાળકની જેમ મોટા કર્યા હોવાથી તેને બેની કહે છે. પ્રોફેશનલ યુટ્યુબર આ યુવતીએ છે. તેને પોતાના લાંબા નખ માટે રૂસના સૌથી લાંબા નખનો એવોર્ડ પણ મળ્યો છે. રૂસમાં હંમેશા ઠંડી હોય છે. જેને કારણે તે પોતાના નખને સાચવી રાખવા માટે ઠંડીમાં પણ મોજા પહેરતી નથી.
મળતી માહિતી અનુસાર, નખ કાપવા માટેનું કારણ બહુ નજીવું છે. નખ લાંબા કરવા પાછળ કારણ એવું છે કે, આ યુવતી Elena Shilenkovaએ પોતાની એક મિત્ર સાથે શરત લગાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ સુધી નખ કાપ્યા વગર રહેશે. આ યુવતીએ બસ આ એક જ શરતને લીધે ચાર વર્ષ સુધી નખ કાપ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.