નરાધમ શિક્ષકે 13 વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ- આઠ યુવતીઓ ગર્ભવતી થતા ફૂટ્યો ભાંડો -કોર્ટે ફટકારી ફાંસીની સજા

અવારનવાર રેપના કેસ સામે આવતા હોય છે. પરંતુ આજે એવી ઘટના નોંધાઈ છે કે, જાણી રુવાડા બેઠા થઇ જશે. આ કેસમાં એક નરાધમ શિક્ષકે તમામ…

અવારનવાર રેપના કેસ સામે આવતા હોય છે. પરંતુ આજે એવી ઘટના નોંધાઈ છે કે, જાણી રુવાડા બેઠા થઇ જશે. આ કેસમાં એક નરાધમ શિક્ષકે તમામ હદો વટાવી 13 છત્રાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહિ આમાંની આઠ વિદ્યાર્થીનીઓ ગર્ભવતી પણ બની હતી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પવિત્ર સબંધને લાંછન લગાવતો આ કિસ્સો ઇન્ડોનેશિયાથી સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલો એટલા માટે ચર્ચામાં આવ્યો છે કે, શિક્ષક હેરી વિરાવન(Harry Viravan) ના આવા કૃત્ય બાદ ઇન્ડોનેશિયામાં (Indonesia) ધાર્મિક સ્કૂલની બોર્ડિંગ સુરક્ષા ઉપર સવાલો ઉભા થયા છે. અને વિદ્યાર્થીઓના વાલીઓ કહી રહ્યા છે કે હવે અમે અમારા બાળકો આવી શાળામાં શું કામ મોકલીએ? જ્યાં સુરક્ષાના નામે કઈ જ નથી અને બાળકો પર દુષ્કર્મ ગુજારવામાં આવી રહ્યું છે.

આરોપીને ફેબ્રુઆરીમાં આજીવન કેદની સજા મળી હતી
આ પહેલા શિક્ષક હેરીવિરાવનને ફેબ્રુઆરી મહિનામાં બાડુંગ ખાતે આવેલ સિટી કોર્ટે આજીવન ઉમ્ર કેદની સજા આપી હતી. ત્યારબાદ ફરિયાદ પક્ષ દ્વારા આ કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી. ફરિયાદ પક્ષની અપીલ ને ધ્યાનમાં રાખીને સોમવારે બુધૂંગ(Budhung) હાઈકોર્ટે આ મામલા અંગે ચુકાદો આપ્યો હતો. તેનું નિવેદન કોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું.

નિવેદન અનુસાર કોર્ટે કહ્યું હતું કે અમે આ કેસમાં આરોપીને 13 વિદ્યાર્થીઓના બળાત્કાર કરવાના ગુનામાં ફાંસીની સજા આપીએ છીએ.  કોર્ટની આ વાત સાંભળીને વાલીઓને રાહત મળી હતી. ત્યાર બાદ આરોપીને જ્યારે કોર્ટની બહાર લઇ જવામાં આવ્યો ત્યારે રસ્તામાં આ બધા વાલીઓ આરોપીને ગાળો આપી પોતાનો રોષ ઠાલવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *