G20 સમિટમાં પ્રધાનમંત્રી મોદીનો ડંકો, વિશ્વના દરેક પ્રધાનમંત્રીઓ વચ્ચે PM મોદી પર દરેકની નજર -જાણો શું ચર્ચા થઇ

ઇન્ડોનેશિયાના બાલીમાં આજથી G20 સમિટ શરૂ થઈ ગઈ છે. પ્રથમ સત્રમાં G20 નેતાઓએ ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પર ચર્ચા કરી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું- કોરોના, યુક્રેન સંકટથી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. યુએન જેવી સંસ્થાઓ આ મુદ્દાઓ પર નિષ્ફળ ગઈ છે. યુક્રેન-રશિયા યુદ્ધને રોકવા માટે કોઈ રસ્તો શોધવો પડશે. યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર થઈ છે.

પ્રથમ સત્ર પહેલા પીએમ મોદી અને બિડેનની મુલાકાત સુખદ જોવા મળી હતી. બિડેને મોદીના ખભા પર હાથ મૂક્યો અને મોદી તેમના હાથ પકડી રાખ્યા. મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી અને ત્યારબાદ બંને હસતા હસતા મીટિંગ તરફ ગયા. આ પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ત્યાં જોવા મળ્યા, જેઓ મોદીને મળી શક્યા નહીં. ત્યાર પછી મોદીએ મેક્રોનને બોલાવ્યા અને તેમની સાથે હાથ મિલાવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 2.30 વાગ્યાની આસપાસ મોદી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને મળશે. 45 કલાકના પ્રવાસમાં મોદી 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ 10 થી વધુ નેતાઓને મળશે. માનવામાં આવી રહ્યું છે કે મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળી શકે છે. બંને દેશોએ હજુ સુધી કંઈ સ્પષ્ટ કર્યું નથી.

G20 સમિટના પહેલા સત્રમાં PMએ શું કહ્યું…
પીએમ મોદીએ કહ્યું કે, મેં વારંવાર કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિનો માર્ગ અપનાવવો જોઈએ. છેલ્લી સદીમાં, WWII એ વિશ્વમાં તબાહી મચાવી હતી. જે બાદ તે સમયના નેતાઓએ શાંતિનો માર્ગ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આપણો વારો છે. તમને જણાવી દઈએ કે બીજું સત્ર 11:30 વાગ્યે શરૂ થશે, જેમાં સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે.

બિડેન-મોદી બેઠક બાદ અમેરિકાનું નિવેદન.
G20 સમિટના પ્રથમ સત્ર પહેલા બિડેન-મોદીએ એકબીજાને ગળે લગાવ્યા હતા. તેના પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા જેડ તારારોએ કહ્યું – રાષ્ટ્રપતિ બિડેન અને પીએમ મોદી વચ્ચે મિત્રતા છે, જે દેખાઈ રહી છે. દુનિયામાં આવા ઘણા વિષયો છે જ્યાં બંને દેશો સામસામે નથી જોતા, પરંતુ આનાથી આપણા સંબંધો પર કોઈ અસર પડતી નથી. દરેક દેશ પોતાની રણનીતિને અનુસરે છે, સૌથી મોટી વાત એ છે કે અમે યુદ્ધ રોકવા માટે અમારા મિત્રો પર નહીં, પણ રશિયા પર દબાણ કરી રહ્યા છીએ.

સોમવારે રાત્રે મોદી જ્યારે બાલી પહોંચ્યા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો હાજર હતા. મોદી એ બધાની પાસે ગયા અને થોડીવાર વાત કરી. આ દરમિયાન, ભારતીય લોકોએ તાળીઓ પાડી અને 1986ની ફિલ્મનું ગીત ‘ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ…’ ગાયું.

બિડેન અને જિનપિંગની મુલાકાત
આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાલી પહોંચ્યા છે. બંને વચ્ચે મહત્વની બેઠક થઈ. મીટીંગ પહેલા બિડેને ચીનના રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું કે, ‘તમને જોઈને ખૂબ આનંદ થયો.’ આ પછી બંને નેતાઓ બેઠક ખંડમાં ગયા. બાદમાં એક સવાલના જવાબમાં બિડેને કહ્યું- ‘મને નથી લાગતું કે ચીન અત્યારે તાઈવાન પર હુમલો કરશે. અમે દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યા છીએ.’

મોદી બ્રિટિશ પીએમ સુનકને મળશે…
ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, મોદી બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન મોદી બ્રિટિશ પીએમ સુનક સાથે બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વિશે વાત કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને તૈયાર કરાયેલા રોડમેપ 2030 પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

શું છે G20?
G20 ગ્રુપ ફોરમમાં 20 દેશોનો સમાવેશ થયેલો છે. તેમાં વિશ્વના વિકસિત અને વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોનો સમાવેશ થાય છે. 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.

G-20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ ધરાવે છે, કારણ કે તેના સભ્ય દેશો વિશ્વના GDPમાં 85% હિસ્સો ધરાવે છે. તેમાં વિશ્વના 75% આંતરરાષ્ટ્રીય વેપારનો પણ સમાવેશ થાય છે. વિશ્વની બે તૃતીયાંશ વસ્તી આ દેશોમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *