દેશમાં કોરોના વાઈરસને લઈને આવ્યા ખુશીના સમાચાર – વધી રહ્યો છે રિકવર રેટ

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસ મહામારી સામે આખું વિશ્વ લડી રહ્યું છે. ભારતમાં પણ આ મહામારી એ ભારે વિનાશ સર્જ્યો છે અને તેની લહેર ચાલુ જ છે. પરંતુ આ દરમિયાન, એક સારા સમાચાર બહાર આવ્યા છે.નવા આંકડા મુજબ, હવે ભારત કોરોના વાયરસ રોગચાળામાંથી બહાર નીકળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં નવા સંકર્મિત કોરોના દર્દીઓની  તુલનામાં હવે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ
છેલ્લાં ત્રણ સપ્તાહથી દર અઠવાડિયે નવા કોરોના દર્દીઓની સંખ્યા કરતા સાજા થતા લોકોની સંખ્યા વધુ નોંધાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં સતત ત્રીજા સપ્તાહમાં વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યાએ કોરોનાના નવા મળી આવેલા દર્દીઓ કરતા વધારે જોવા મળે છે. આ ત્રણ અઠવાડિયામાં વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થયો છે.

નવા કેસો કરતા વધુ સંખ્યા સજા થતા લોકોની છે:
એક ચાર્ટ દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 18 થી 24 સપ્ટેમ્બરની વચ્ચે કોરોના વાયરસથી 6,49,908 લોકો સ્વસ્થ થયા હતા, જ્યારે કુલ 6,14,265 નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. તથા  25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની વચ્ચે, 5,98,214 લોકો કોરોના વાયરસથી સજા થયેલા લોકોની સંખ્યા હતી, જ્યારે આ સમયગાળા દરમિયાન 5,80,066 નવા કોરોના કેસ આવ્યા હતાં અને 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધીમાં 5,54,503 લોકો સાજા થયા હતા જ્યારે 5,23,071 નવા દર્દીઓ મળી આવ્યા હતા.

કુલ કેસમાંથી માત્ર 12.93% જ સક્રિય છે:
નોંધનીય છે કે, મંત્રાલયના તાજેતરની માહિતી મુજબ 8 ઓંક્ટોબરના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ કેસો 69,06,151 નોંધાયા છે પરંતુ સક્રિય કેસની સંખ્યા માત્ર 8,93,592 છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના સક્રિય કેસની સંખ્યા 8,833 ઘટી છે. દેશમાં કુલ કોરોના વાયરસના માત્ર 12.93%  કેસ જ સક્રિય છે.

સાજા થવાનો દર 85.51% પર પહોંચી ગયો છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર, કોરોનાથી લોકોના સાજા થવાનો દર પહેલા કરતા વધુ સારો રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કુલ 78,365 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 59,06,069 લોકો સંપૂર્ણપણે સાજા થયા છે. દેશમાં કોરોના વાયરસ સાજા થવાનો દર 85.51 ટકા પર પહોંચી ગયો છે. જો કે, દેશભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 1,06,490 લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *