ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

અયોધ્યા ભૂમિપૂજનમાં આવેલ અતિથીઓને પ્રસાદમાં લાડુની સાથે આપવામાં આવશે આ અમુલ્ય ભેટ

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આજનાં દિવસ માટે સૌની માટે આનંદનાં સમાચાર તો એ છે, કે આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિરનાં ભૂમિપૂજનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચુકી છે. PM નરેન્દ્ર મોદીનાં હસ્તે શ્રીરામનાં મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

તેના માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદી આજની સવારે 11.30 વાગ્યે અયોધ્યામાં પહોંચી પણ ચુક્યા હતાં. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત પણ 12.44 વાગે રાખવામાં આવ્યું હતું. શ્રીરામની નગરી અયોધ્યામાં જે વાતની ઘણાં વર્ષોથી રાહ જોવામાં આવી રહી હતી એ આજે પૂરી થઇ રહી છે.

આજે જ અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં નિર્માણનો પાયો નાંખવામાં આવ્યો છે. PM નરેન્દ્ર મોદીએ શ્રીરામ મંદિરનાં ભૂમિ પૂજનનાં સ્થળ પર પહોંચીને આ પાયો નાંખ્યો છે. ત્યારે કોરોના વાયરસને લીધે અહીં ભૂમિ પૂજનનાં સમયે સીમિત સંખ્યામાં જ અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. તો, અહીં હાજર બધાં જ અતિથિઓને વિશિષ્ટ ઉપહાર તેમજ પ્રસાદ પણ આપવામાં આવશે.

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટનાં જણાવ્યા અનુસાર ભૂમિ પૂજનનાં કાર્યક્રમમાં આવેલ તમામ  અતિથીને બોક્સમાં રધુપતિ લડ્ડુ તથા ચાંદીનો સિક્કો પણ આપવામાં આવશે. ચાંદીનાં સિક્કા પર શ્રીરામનાં દરબારની છબી હશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણ તેમજ હનુમાન પણ હશે. તો, બીજી બાજુ ટ્રસ્ટનું પ્રતીક પણ જોવાં મળશે.

શ્રીરામ મંદિરનાં ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 વાગ્યાનું હતું. આની સાથે જ સુરક્ષાની પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રીરામ જન્મભૂમિ પરિસરની આજુબાજુનાં વિસ્તારોને ‘રેડ ઝોન’ કરવામાં આવ્યો છે. તેમજ શ્રીરામ જન્મભૂમિની સુરક્ષા વ્યવસ્થા SPG સંભાળી રહ્યા છે. સુરક્ષાની દ્રષ્ટ્રીએ સેક્યૂરિટી કોડથી પ્રવેશનો પ્રબંધ કરવામાં આવ્યો છે.

આની સાથે જ શ્રીરામ મંદિરનો શિલાન્યાસ પણ આજે જ ચાંદીના પાવડા તેમજ કાન્નીથી જ કરવામાં આવશે. ભૂમિ પૂજનનાં કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી સહિત સંધ પ્રમુખ મોહન ભાગવત, CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત ઘણી મોટી હસ્તીઓ પણ સામેલ રહી હતી.

કોરોના મહામારીને લીધે માત્ર 175 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોરોના સંકટને લીધે લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોષીએ પણ ભૂમિપૂજનનાં કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. આની સાથે જ આ અવસરે PM નરેન્દ્ર મોદીએ પણ કુલ 40 કિલો ચાંદીની ઇટ ભૂમિપૂજનમાં દાનમાં આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP