Kidney Stone: ખરાબ જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. જેમાંથી એક કિડનીમાં પથરીની સમસ્યા પણ છે. જે લોકોને કિડની સ્ટોનની (Kidney Stone) તકલીફ હોય તેમને અચાનક તીવ્ર દુખાવો પણ ઉપડે છે. પથરીનો દુખાવો એટલો વધારે હોય છે કે રોજના કામ કરવામાં પણ અને હલનચલન કરવામાં પણ સમસ્યા થાય. પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો ઓપરેશન પણ કરાવતા હોય છે. પરંતુ કેટલાક લોકોને ઓપરેશન પછી પણ પથરી થઈ જતી હોય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન હોય તો કેટલાક ઘરેલુ ઉપાયની મદદ પણ લઈ શકો છો.
કુદરતે આપણને આવા ઘણા ખોરાક આપ્યા છે જે પોષક તત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.જો તમે તેને નિયમિત રીતે ખાઓ અને પીશો તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. એક એવું અદ્ભુત અનાજ છે જેનું નામ છે જવ…
જવનું પાણી
પથરીના દુખાવામાં જવનું પાણી તુરંત રાહત આપી શકે છે. જવમાં ડાઈયુરેટિક ગુણ હોય છે જે વિષાપ્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી કિડની સ્વસ્થ રહે છે. જવનું પાણી યુરીનરી ટ્રેકને સાફ કરે છે. તેનાથી પથરી સરળતાથી નીકળી જાય છે.
જવનો લોટ
જવનો લોટ મુત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે જે પેશાબને વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. કિડનીની પથરી માટે જવનું પાણી પણ ઉત્તમ ઉપાય છે. આખા અનાજ તરીકે, જવ ફાઇબર, વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે.
જવનું પાણી પીવાના ફાયદા
જવનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. વાસ્તવમાં જવમાં સેલેનિયમ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે.
જવનું પાણી વજન ઘટાડતું કુદરતી પીણું છે. તે પાચનમાં સુધારો કરે છે અને ચયાપચયને વધારે છે. તે તમારા ખોરાકને વધુ સારી રીતે પચાવવામાં અને વધારાની કેલરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ઉચ્ચ દ્રાવ્ય ફાઇબર વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
બીપી ઘટાડવા માટે જવનું પાણી પણ પી શકાય છે. જવમાં હાજર બીટા ગ્લુકન સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.
જવનું પાણી પીવાથી શરીરમાંથી વિષેલા પદાર્થને દૂર કરવામાં મદદ મળે છે. તે કિડનીને સાફ કરવામાં અને તેના કાર્યને સુધારવામાં મદદ કરે છે.
જવના પાણીથી કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરી શકાય છે. લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં જવનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે
સુગરના દર્દીઓ માટે જવનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ છે.
ગર્ભવતી મહિલાઓ માટે પણ જવનું પાણી ખૂબ જ ફાયદાકારક છે, હકીકતમાં આ સમય દરમિયાન મહિલાઓને કબજિયાતની ફરિયાદ રહે છે, જેના કારણે પાઈલ્સનો ખતરો રહે છે. જવના પાણીમાં હાજર ફાઈબર કબજિયાતને અટકાવે છે અને પાઈલ્સનું જોખમ ઘટાડી શકે છે. આ સિવાય જવના પાણીમાં ગૈલેક્ટાગોગ હોય છે જે લેક્ટેશનો વધારો કરે છે.
જવ પાણી રેસીપી
એક કપ જવ, તજ અને આદુનો ટુકડો લો.એક પેનમાં 5 કપ પાણી નાંખો અને બધી સામગ્રીને 10 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ એક વાસણમાં પાણીને ગાળી લો. થોડું ઠંડુ થયા બાદ તેમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App