કોરોનાને કારણે શાળા બંધ થતા- નવસારીના યુવાન શિક્ષકે પોતાનું જીવન ટુંકાવ્યું

કોરોનાની ચાલી રહેલ મહામારીને કારણે તમામ ધંધાઓ ભાંગી પડ્યાં છે, એવામાં શાળાઓને પણ બંધ રાખવામાં આવી છે. ત્યારે નવસારીનાં એક ઘટના સામે આવી રહેલ છે. એક શિક્ષક, કે જે બાળકોને ભણાવી-ગણાવીને સારા સમાજનું ઘડતર કરે છે. પરંતુ, હાલની કોરોના મહામારીને લીધે શાળાઓ પણ ઘણાં મહિનાઓથી બંધ પડેલ છે.

વાલીઓ સાથે ફીને લઈને સ્કૂલો દ્વારા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. હવે શાળાઓ દ્વારા શિક્ષકોને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યાં છે. ત્યારે નવસારીના જ એક શિક્ષકે નોકરી ગુમાવી દેતાં ભારે નિરાશ થઈ ગયા હતા. તથા આગળ કોઈ રસ્તો ન મળતાં તેઓએ મોતને વ્હાલું કર્યું હતું.

કાળસમા કોરોનાએ ઘણાની જિંદગીને ભાંગી નાખી છે. વેપાર-ધંધામાં કોરોનાને લીધે જ લોકડાઉનરૂપી ગ્રહણ લાગતાં માનવ જિંદગી તહેસ મહેસ થવા લાગી છે. માનવમાં માનવતાના મૂલ્યોનું વાવેતર કરતાં શિક્ષકોને જ નોકરી ગુમાવવાનું જોખમ ઉભું થયું છે.

દિવાળી પછી પણ શાળાઓ શરૂ થશે કે કેમ તેની અંગે કોઈ હજુ સ્પષ્ટતા કરી નથી. જેનાંથી શાળાઓએ પણ કોસ્ટ કટિંગ કરવાની શરૂઆત કરતાં જ ઘણાં શિક્ષકોને નોકરીમાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો છે. એવામાં જ એક શિક્ષકે નોકરી ગુમાવતા મોતને વ્હાલું કર્યું હતું.

આ વાત છે. નવસારી જિલ્લાના મરોલી ગામની, કે જ્યાં રહેતા વિપુલ ટંડેલે ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. એકના એક વ્હાલસોયા દીકરાને ગુમાવ્યા પછી કલ્પાંત કરતી માના આંસુ હજુ પણ સુકાયા નથી, ત્યારે એકના એક દીકરાને ઉછેરીને ભણાવીને માસ્તરની મળેલ નોકરી છીનવાઈ જતાં જ તે આવું પગલું ભરશે એવો વિશ્વાસ હજુ પણ તેણીને નથી આવતો.

પરિવારના સભ્યોના કહેવા અનુસાર વિપુલને પોતાની સ્કૂલમાંથી નવી નોકરી શોધવા માટેનો ફોન આવતાં જ હતાશ થયેલાં વિપુલે હવે જીવનમાં શું કરીશ તેની ચિંતા હેઠળ આવીને આપઘાત કરવાનું મુનાસિબ માન્યું હતું.વિપુલ ટંડેલ એ સુરત જિલ્લાના સચિન વિસ્તારમાં આવેલ ‘સન લાઇટ સ્કૂલ’માં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો.

જેનાંથી, વિપુલના આત્મહત્યા પાછળનાં કારણને લઈને સ્કૂલનો સંપર્ક કરતાં જ શાળાના સંચાલકો દ્વારા વિપુલને નોકરીમાંથી રજા આપવા અંગેનો કોઇ ખુલાસો ન કર્યો હતો. તેની સાથે જ ગોળ ગોળ વાતો કરીને વિપુલને એક સારો શિક્ષક હોવાનું પણ રટણ કર્યું હતું. વિપુલને શાળામાંથી છૂટો જ નથી કર્યો તેવી વાત પણ તેમણે કરી હતી.

જીવનનો અંત લાવવો એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. એ વાત આપણને શિક્ષકો દ્વારા જ સમજાવવામાં આવે છે. પરંતુ પાયાનું ઘડતર આપતા શિક્ષકોને જ હવે અંતિમ પગલું ભરવું પડી રહ્યું છે. કોરોનાને લીધે થતાં મોતના આંકડાઓ તો સામે આવી જ રહ્યા છે, પરંતુ કોરોનાને લીધે પડી ભાંગેલ આર્થિક સ્થિતિને કારણે થતાં મોતનાં આંકડાઓ પણ અકબંધ જ રહેવા પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *