નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શનિવારે મુંબઈ(Mumbai)થી ગોવા(Goa) જતી ક્રૂઝ(Cruise)માં ડ્રગ્સ પાર્ટી(Drugs party)નો પર્દાફાશ કર્યો હતો. યાત્રી તરીકે પહોંચેલી એનસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડ, ફેશન અને બિઝનેસના લોકોએ હાજરી આપી હતી. આ કેસમાં એનસીબી શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan) સહિત 8 લોકોની પૂછપરછ કરી રહી છે.
બે મહિલા સહિત 8 લોકોની પૂછપરછ:
NCB એ એક નિવેદન જારી કરીને કહ્યું કે 2 ઓક્ટોબરના રોજ કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં હાજર તમામ લોકોની શોધ કરવામાં આવી હતી. આ દરમિયાન એનસીબીએ એમડીએમએ, કોકેન, એમડી અને ચરસ જપ્ત કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી 8 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. NCB એ આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
શાહરુખના પુત્ર આર્યની થઇ રહી છે પુછતાછ:
આ કેસમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ NCB દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. NCB ને ક્રૂઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો વીડિયો મળ્યો છે, જેમાં આર્યન જોવા મળી રહ્યો છે. પૂછપરછ દરમિયાન આર્યને કહ્યું કે તેને મહેમાન તરીકે આ પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેણે પાર્ટીમાં ભાગ લેવા માટે કોઈ પૈસા આપ્યા ન હતા. આર્યને દાવો કર્યો છે કે આયોજકે તેના નામનો ઉપયોગ કરીને લોકોને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. NCB એ આર્યનનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધો છે અને તેની ચેટ્સ સર્ચ કરવામાં આવી રહી છે
આ લોકોની કરવામાં આવી રહી છે તપાસ:
મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઇસ્મિત સિંહ, મોહક જયસ્વાલ, વિક્રાંત છોકર, ગોમિત ચોપરા, આર્યન ખાન, અરબાઝ મર્ચેત નામના તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
NCB મુંબઈના ઝોનલ ડિરેક્ટર અરબાઝ શેઠ VVS સિંહ આર્યન ખાનની પૂછપરછ કરી રહ્યા છે. ત્યારે ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અટકાયત કરાયેલા લોકોની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાંથી કેટલાકને તેમની સાથે માદક પદાર્થ પણ મળી આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.