અમરેલી નજીક ટેન્કર પલટી મારી જતાં સીંગતેલ લેવા માટે લોકોએ મચાવી ડોલ-ડબલા લઈને મચાવી લુંટ

માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ઘણીવાર તો અકસ્માત એટલો ભયંકર હોય છે કે, અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટના રાજ્યમાં આવેલ અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકામાં આવેલ ધુડિયા આગરિયામાંથી સામે આવી રહી છે.

જ્યાં વહેલી સ્વરમાં ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા સીંગતેલથી ભરેલું ટેન્કર રોડ પર પલટી મારી ગયું હતું. જેને કારણે આજુબાજુના લોકો ડોલ ડબલા લઈને તેલ લેવા માટે દોડ્યા હતા તેમજ તેલની લૂંટ ચલાવી હતી. સીંગતેલનું ટેન્કર પલટી મારી જતાં રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી હતી.

લોકો ડોલ-કેરબા લઈને તેલ ભરતાં જોવા મળ્યાં ;
રાજુલા સાવરકુંડલા માર્ગ વચ્ચે સીંગતેલથી ભરેલું ટેન્કર પલટી મારી જતા તેલ માર્ગ પર વહેવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ લોકો વહેલી સવારમાં તેલ લેવા માટે દોટ મૂકી હતી. આ ઘટના ધૂડીયા આગરીયા ગામ પાસે બની હતી. લોકો ડોલ, કેરબા સહિતના વાસણો લઈને તેલ ભરતાં જોવા મળ્યાં હતાં.

ટેન્કર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત :
ટેન્કરચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારી જતાં માર્ગ પર તેલની રેલમછેલ સર્જાઇ હતી તથા આ ઘટનાની જાણ થતાંની સાથે જ વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળાં એકત્ર થઈ ગયાં હતા તેમજ તેલ લેવા માટે દોડ મૂકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *