NEET Scam latest update: આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (education minister dharmendra pradhan) NEET પરીક્ષામાં ગેરરીતિનો સ્વીકાર કર્યો છે. 16 જૂન રવિવારના રોજ સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે NEET પરીક્ષાઓમાં કેટલીક ગેરરીતિઓ જોવા મળી છે. હું વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપું છું કે સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગેરરીતિ હોવાનું સ્વીકાર્યું
શિક્ષણમંત્રી (education minister dharmendra pradhan) પ્રધાને સ્વીકાર્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં નોંધપાત્ર સુધારાની જરૂર છે. NTA એક સ્વાયત્ત સંસ્થા છે જે સમગ્ર દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવા માટે જવાબદાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું, ‘જો NTAના વરિષ્ઠ અધિકારીઓ પણ દોષિત ઠરશે તો તેમને બક્ષવામાં આવશે નહીં. સરકાર આનાથી ચિંતિત છે. કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં, તેમને સખતમાં સખત સજા મળશે.
NEET પેપર લીકના પુરાવા મળી રહ્યા છે…
બિહાર, ગુજરાત જેવા રાજ્યોમાં અખિલ ભારતીય પરીક્ષામાં NEET 2024 પેપર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપો પ્રકાશમાં આવ્યા છે. સોલ્વર ગેંગના લોકો ઝડપાઈ રહ્યા છે. 10 થી 40 લાખ રૂપિયામાં ડમી ઉમેદવારો અને NEET પરીક્ષા કેન્દ્રનું સંચાલન કરવાના અહેવાલો છે. NEET પરીક્ષા 2024 રદ કરવા માટેની અરજીઓ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી રહી છે. AISA અને ABVP પણ આ મામલે સતત વિરોધ કરી રહ્યા છે.
1,563 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ રદ કરી દીધા
ભારે હોબાળો પછી, કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તેઓએ એમબીબીએસ અને અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પરીક્ષામાં હાજર રહેલા 1,563 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્કસ રદ કરી દીધા છે. આ ઉમેદવારો પાસે હવે ફરી પરીક્ષા આપવાનો અથવા સમયના નુકસાન માટે તેમને આપવામાં આવેલા વળતરના ગુણને છોડી દેવાનો વિકલ્પ છે.
67 વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવીને ટોપમાં આવ્યા
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો 4 જૂનના રોજ આવ્યા હતા અને તે જ NTA એ પરીક્ષા 2024 ના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં 67 વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવીને ટોપ કર્યું હતું. આ પછી #neetfraud સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બિહાર અને ગુજરાતમાંથી પેપર લીક થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App