જો મોદી સરકાર અવળચંડા નેપાળ સામે કશું નહી કરે તો ભારતના આ રાજ્યનો મોટો ભાગ પાણીમાં ડૂબી જશે

બિહારના જળ સંસાધન પ્રધાન સંજય ઝાએ ANI સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા સ્થાનિક ઇજનેરો અને ડીએમ સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને હવે હું વર્તમાન પરિસ્થિતિ અંગે વિદેશ મંત્રાલયને એક પત્ર લખીશ. જો આ મુદ્દાને સમયસર ધ્યાન આપવામાં ન આવે તો બિહારનો મોટો ભાગ પાણી ભરાઈ જશે. આ નિવેદન એ સંદર્ભમાં આપવામાં આવ્યું છે. જેમાં નેપાળ સરકાર દ્વારા ભારતને નુકસાન પહોચાડવા અવળચંડાઇ કરવામાં આવી રહી છે.

બિહારના મંત્રી વધુમાં જણાવે છે કે, તેઓ (નેપાળ) કોઈપણ વ્યક્તિને તેની જમીન પર લાલ બાકેયા નદીમાં બનેલા ગંડક ડેમના સમારકામની મંજૂરી આપી રહ્યા નથી. ઉપરાંત, તેઓએ અન્ય ઘણા સ્થળોએ સમારકામનું કામ બંધ કરી દીધું છે. આવું પ્રથમ વખત થઇ રહ્યું છે, અમે લોકોની અવરજવર અને સમારકામના કામ માટેના કાચા માલની હેરફેર કરવામાં પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.

જો આપણા એન્જિનિયરોને ત્યાં પૂરથી અટકાવવાનીની સામગ્રી નહી પહોચે તો ડેમના સમારકામની કામગીરી પર અસર થશે, નેપાળમાં ભારે વરસાદને કારણે ગંડક નદીનું પાણીનું સ્તર વધશે તો તે ગંભીર સમસ્યા ઉભી કરશે.

ગંડક બેરેજ ડેમ ને 36 દરવાજા છે, જેમાંથી 18 દરવાજા નેપાળ Nepal માં છે અને તે વિસ્તારમાં પૂર-અટકાવવાની સામગ્રી હાજર છે, તેઓએ (નેપાળ) તે વિસ્તારમાં બેરીકેટ મૂક્યા છે. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી.

ઉલ્લેખનીય છે કે, સતત છુટા છવાયા વરસાદને લીધે, નેપાળથી ભારતીય સરહદમાં પ્રવેશતી નારાયણી ગંડક નદીનું પાણીનું સ્તર વધવા લાગ્યું છે. ગંડક બેરેજ કંટ્રોલ રૂમે માત્ર બે જ દિવસમાં 1 લાખ 19 હજારમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે. જેના કારણે નદીમાં પુર આવ્યુ છે.

ત્યારે આવા સમયે, પડોશી દેશ નેપાળ અવળચંડાઈ કરી રહ્યું છે. સરહદ નેપાળ બિહારની સિંચાઇ અને પૂર નિવારણ યોજનાઓમાં સતત દખલ કરી રહ્યું છે. વાલ્મીકી નગરમાં લોકડાઉન પૂર્ણ થયા પછી પણ નેપાળ ગંડક બેરેજ ખાતે નદીના ડેમની મરામતની મંજૂરી આપી રહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *