બે દિવસ પહેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની ઓળખ અજય તરીકે થઈ હતી. પોલીસે હવે યુવકની હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસે યુવકની હત્યાના આરોપમાં તેના મામા અને મામીની ધરપકડ કરી છે. હત્યા પાછળ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
હકીકતમાં, 9 ઓગસ્ટના રોજ, પોલીસને એક ખાલી પ્લોટમાંથી 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એફએસએલને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. લાશની ઓળખ અજય તરીકે થઈ હતી. અજય મૂળ હિસારનો વતની હતો અને હાલમાં તે તેના મામા મામી સાથે મહાપુરામાં રહેતો હતો. મૃતકના પરિજનોએ તેના મામા પર શંકા વ્યક્ત કરી હતી. જ્યારે પોલીસે આ અંગે પૂછપરછ કરી તો તેણે હત્યાનો ખુલાસો કર્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો:
પૂછપરછ દરમિયાન આરોપી મામાએ જણાવ્યું કે, અજયના તેની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ અદાવતના કારણે તેણે રાત્રી દરમિયાન અજયનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પત્ની પુષ્પાને સાથે લઈ લાશને સ્કૂટી પર ચાદરમાં લપેટીને રિંગરોડ પાસે સર્વિસ લાઈનમાં ફેંકી દીધી હતી. મૃતક છેલ્લા ઘણા સમયથી તેના મામા મામી સાથે રહેતો હતો. મામા તેની પત્નીની સંભાળ રાખવા માટે ભત્રીજા અજય સિંહને રાખ્યો હતો, પરંતુ તે દરમિયાન ભત્રીજા અને મામી વચ્ચે ગેરકાયદેસર સંબંધ બંધાયો હતો.
જ્યારે મામાને આ વાતની જાણ થઈ તો તેણે પોતાના ભત્રીજાને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ બે દિવસ પહેલા જ્યારે તેનો ભત્રીજો અજય રાત્રે સૂતો હતો ત્યારે તેને જગાડ્યો અને તેને માર માર્યો હતો. પછી દોરડા વડે તેનું ગળું દબાવી દીધું હતું. મૃતદેહને સ્કૂટી પર લઇને મહાપુરા રિંગ રોડ પાસેના ખાલી પ્લોટમાં ફેંકી દીધો હતો. પોલીસે બુધવારે રાત્રે મામા અને મામી બંનેની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.