ચાણસદ ગામ જે વડોદરા નજીક આવેલું છે. માતા દિવાળીબેને 7 ડિસેમ્બર 1921ના રોજ એક બાળકનો જન્મ આપ્યો, પિતા મોતીભાઈએ આ બાળકનું નામ શાંતિલાલ રાખ્યું. શાંતિલાલ નાના હતા ત્યારે તેમને ક્રિકેટનો ખુબજ શોખ હતો. ત્યારે કોઈને ખબર નહોતી કે, આ બાળક મોટો થઈને મહાન વિશ્વ વિભૂતી બનશે. તેમની પાસે ક્રિકેટનો સમાન ન હોવાથી બધા મિત્રોએ થઈને 500 રૂપિયા ભેગા કર્યા અને ક્રિકેટના સાધનો લેવા માટે વડોદરા જવા નીકળ્યા અને એજ સમયે રસ્તામાં ગુરુ શાસ્ત્રીજી મહારાજનો કાગળ પ્રમુખ સ્વામીજી મહારાજને મળ્યો.
ગુરુ શાસ્ત્રીજી મહારાજ દ્વારા મોકલેલા પત્રમાં લખેલું હતુ કે, શિષ્ય શાંતિલાલ સાધુ થવાનો સમય થઈ ગયો છે. એ પત્ર વાંચીને શાંતિલાલએ કઈ પણ વિચાર્યા વગર ક્રિકેટ કિટના પૈસા મિત્રોના હાથમાં આપ્યા અને ત્યાથી રવાના થયા. ત્યારબાદ 7 નવેમ્બર 1939ના દિવસે પોતાનું ગામ ચાણસદ છોડીને શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં જવા નીકળી પડ્યા હતા. 22 નવેમ્બર 1939ના રોજ શાસ્ત્રીજી મહારાજે કિશોર શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી, દીક્ષા બાદ તેમને પ્રમુખ સ્વામી નવું નામ મળ્યું. 10 જાન્યુઆરી 1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા મળી. 1950માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુક્ત કર્યા.
આજે અમે તમને જણાવીશું કે, સ્વામીબાપાના પરિવારમાં કોણ કોણ છે અને અત્યારે તેઓ શું કરે છે. પ્રમુખ સ્વામી મહારાજના પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબા હતું, ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારના જીવનમાં બીજું કોઈ ધ્યેય હતું જ નહી. પ્રમુખ સ્વામી મહારાજનો પરિવાર હાલ વડોદરા શહેરમાં રહે છે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે આપને બાપના પરિવારને કેમ ભૂલી શકાય…
સ્વામી બાપાનાં પરિવારમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો હતા. ભાઈઓમાં ડાહ્યાભાઇ, નંદુભાઈ અને શાંતિલાલ (પ્રમુખ સ્વામી મહારાજ) અને બહેનોમાં સૌથી મોટાં કમળાબેન પછી ગંગાબેન અને સવિતાબેન હતાં. બે બહેનોના લગ્ન ભાયલી ગામમાં કરવામાં આવ્યા હતા અને એક બહેનના ઉમરેઠના ઓડ ગામમાં કર્યા હતા. બાપના દેવલોક પામ્યા ત્યાર બાદ આણંદમાં રહેતાં ગંગાબેનનું નિધન થયું. અને થોડા સમય પેલા બાપાના ભાભી જશોદાબેનનું નિધન થયું. સ્વામી બાપાના મોટા ભાઈ ડાહ્યાભાઈનો દીકરો. મારા પિતા સહિત ત્રણ ભાઈમાં એકમાત્ર હું જ વારસદાર છું. આવું અશોકભાઈ નું કહેવું છે.
બાપના મોટા ભાઈનું નામ ડાહ્યાભાઈ છે. તેમના પુત્રનું નામ અશોકભાઈ છે. વડોદરામાં આવેલા અટલાદરા વિસ્તારમાં અક્ષર દર્શન બંગલોઝમાં અશોકભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજના ભત્રીજા છે. બાપા જે પારણમાં ઝૂલ્યા હતા એ પારણું અશોકભાઈએ હજી પણ સાચવી રાખ્યું છે. બાપાનાં અસ્થિ પણ તેમની પાસે સચવાયેલાં છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. 2014થી મેડિકલ ઓક્સિજનનો બિઝનેસ કરે છે. તેમના પત્ની સત્સંગી કાર્યકર અને ગૃહિણી છે. અશોકભાઈના પુતનું નામ પરેશે છે તેમની ઉમર 26 વર્ષીય છે. તેઓએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ પિતાના વ્યવસાયમાં જોડાયા. તેમની પુત્રી નું નામ વિધિ છે તેમની ઉમર 20 વર્ષીય છે તેઓ કોમ્પ્યુટર સાયન્સ ડીગ્રીનો અભ્યાસ કરે છે.
પ્રમુખ સ્વામીના ભત્રીજા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોતી દાદા અને દિવાળી બાએ ખૂબ રાજીખુશીથી ઘર સંસાર છોડવા માટે શાંતિલાલ(પ્રમુખ સ્વામી મહારાજ)ને આજ્ઞા આપી હતી. ખૂબ જ તેજસ્વી અને દિવ્ય પુરુષને પરિવારે સંન્યાસી થવા માટે વિદાય આપી હતી. પછી તો બધા જાણે છે કે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાને વિશ્વ ફલક પર પહોંચાડી દીધી. તેઓ ખૂબ મહેનત કરતા, પરંતુ તેમની પ્રકૃતિ સરળ હતી. તેમના આશીર્વાદથી અમે પણ ખૂબ સુખી છીએ.
અશોકભાઈ પોતાને ખુબજ ધન્ય માને છે કે, તેમનો જન્મ આવા પરિવારમાં થયો. તેઓએ બાપના છેલ્લા સમયમાં તેમની ખુબ જ સેવા કરી અને તેમનો રાજીપો મેળવ્યો. અશોકભાઈએ બાપનું પારણું હજુ પણ સાચવી રાખ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ આ જ પારણામાં જુલીને મોટા થયા છે અને તેમના સંતાનો પણ આજ પારણામાં જુલ્યા છે. બાપાનાં અસ્થિ, બ્રહ્મલીન થયાં બાદ જેની પર બાપાને સુવડાવ્યા હતા એ ચંદનની ગોટી, ચરણારવિંદ, મૂર્તિ, છડી અને લિવિંગ સર્ટિફિકેટ પણ તેમને સાચવી રાખ્યા છે.
અશોકભાઇએ વધુમાં જણાવ્યું કે, ‘બાપા દેવલોક પામ્યા એના આઠ મહિના પહેલા જ અમે મળ્યા હતા. બાપા મને પણ અન્ય ભક્તોની જેમ જ જોતા ને આશીર્વાદ આપતા હતા. જો કોઈ એમ બોલે કે બાપના ભત્રીજા આવ્યા છે, તોહ એજ સમયે બાપા તે સ્થાન છોડીને જતા રહેતા હતા, અને હા મેં પણ બાપા ને કોઈ દિવસ કાકાની નઝરે જોયા નથી. હમેશા ભગવાન સ્વરૂપે જ જોયા છે. આજે જે કંઈ છું એ બાપાના આશીર્વાદથી જ છું.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.