Special significance of AdhikMaas : હિંદુ ધર્મ અનુસાર દર ત્રણ વર્ષે અધિક માસ હોવાને કારણે ત્રીજા વર્ષે 12 મહિનાની જગ્યાએ 13 મહિના આવે છે. સનાતન ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્ત્વ હોય છે. અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે અધિક માસમાં એક મહત્ત્વપૂર્ણ સંયોગ બની રહ્યો છે.
આ સંયોગ 19 વર્ષે એક વાર જ બને છે. શ્રાવણ અધિક માસ(AdhikMaas)માં ભગવાન વિષ્ણુ અને ભોળેનાથની પૂજાને લાભકારી માનવામાં આવે છે. તે દરમિયાન કયા કામ ના કરવા જોઈએ અને કયા કામ કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આ 8 કામ ભૂલથી પણ ના કરવા જોઈએ
વૈદિક જ્યોતિષ મુજબ અધિક માસમાં કેટલાક કામ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે. અધિક માસમાં ગૃહ પ્રવેશ, વિવાહ, સગાઈ, ગૃહ નિર્માણ, નવવધૂનો પ્રવેશ, દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા, બોરવેલ, જળાશય જેવા કામ ના કરવા જોઈએ.
આ કામ કરી શકાય છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પુરુષોત્તમ માસમાં પૂજા પાઠ, વ્રત, દાન, ભજન કિર્તનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. આ દરમિયાન શ્રીમદભગવત ગીતા, યજ્ઞ, હવન, ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ અથવા પાઠનું વિશેષ મહત્ત્વ છે.
મળી શકે છે વિશેષ લાભ
પુરુષોત્તમ માસ અનુસાર, આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દરમિયાન તેમના મંત્રોનો જાપ અને પૂજા કરીને વિશેષ કૃપા મળી શકે છે. આ પ્રકારે કરવાથી ભક્તોને અજાણતા થયેલ પાપથી પણ મુક્તિ મળે છે અને તમામ મનોકામના પૂર્ણ થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube