ભારતીય રેલવેની નવી સુવિધા, હવે ચાલુ ટ્રેનમાં જ ATMમાંથી ઉપાડી શકશો પૈસા

ATM on train: મધ્ય રેલવે મહારાષ્ટ્રના મનમાંડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી જતી પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ તરીકે  એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે. આ એટીએમ એક એસી ચેર કાર કોચમાં લગાવવામાં આવ્યું છે.  જ્યાં પહેલા પેન્ટ્રી (ATM on train) હતી, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા આ અનોખું પગલું લેવામાં આવ્યું છે.

મધ્ય રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે હાલ આ ઓન બોર્ડ એટીએમ એક ટ્રાયલ તરીકે પ્રયોગના રૂપમાં મૂકવામાં આવ્યું છે, જો આ પ્રયોગ સફળ રહેશે તો આ સુવિધા અન્ય ટ્રેનમાં પણ શરૂ કરવામાં આવશે.

રેલ્વે મંત્રીએ શેર કર્યો વિડિયો
પંચવટી એક્સપ્રેસમાં એટીએમનો વિડીયો શેર કરતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યું કે પહેલી વખત ટ્રેનમાં એટીએમની સુવિધા

શા માટે શરૂ કરવામાં આવી આ સેવા?
ઓન બોર્ડ એટીએમની આ સુવિધા રેલવેની એનએફઆર એટલે કે નોન ફેર રેવન્યુ ઈનીસીએટીવ અંતર્ગત આપવા માં આવતી યોજના છે. જેથી રેલવે ટીકીટ દ્વારા થતી કમાણી ઉપરાંત મુસાફરોની અન્ય સુવિધા આપીને આવક વધારી શકાય.

ગઈ 25 માર્ચના રોજ મધ્ય રેલવે એ તમામ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં મધ્ય રેલવે અને ઓન બોર્ડ એટીએમનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.  ત્યારબાદ 2  એપ્રિલના રોજ બેંક ઓફ મહારાષ્ટ્ર તરફથી આ સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

એટીએમ પાસે છે સીસીટીવી કેમેરો
ત્યારબાદ ગત 10 એપ્રિલના રોજ મનમાંડ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલના ભાગરૂપે ઓનબોર્ડ એટીએમની સુવિધા આપવામાં આવી હતી અને પેન્ટ્રીની જગ્યાએ એટીએમ મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત એટીએમની સુરક્ષા માટે બે ફાયર સેફ્ટી અને રબરપેડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એટીએમ નજીક સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવેલા છે.