હીરો સાયકલ્સે જણાવ્યું કહ્યું કે તે યુકેમાં તેની ઇલેક્ટ્રિક સાયકલ બ્રાન્ડ લેક્ટ્રોને આગામી મહિનાઓમાં રજૂ કરશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે બ્રિટન અને યુરોપિયન સંઘમાં ઉત્પાદનની ખાતરી કરવા માટે પહેલાથી જ તેના વિતરણ નેટવર્કનો ઉપયોગ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી કેટલાક મહિનાઓમાં લેક્ટ્રોના ઉત્પાદનની સંખ્યા 45,000 થી વધુ થઇ જશે.
હીરો સાયકલ્સ લિમિટેડના ચેરમેન પંકજ એમ મુંજાલે કહ્યું છે કે એક નવી ઇલેક્ટ્રિક – સાયકલ લેક્ટ્રો ઓફિસે જનારા લોકો,યુવાનો અને વૃદ્ધો સુધી જલ્દી જ તેની પહોંચ બનાવી લેશે તેવી તેમને આશા છે. ભારતમાં લેક્ટ્રોની કિંમત 18,999 થી 26,999 રૂપિયા સુધી છે.
આ સાયકલને કંપનીના લુધિયાનાની ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. હીરો સાયકલ્સે આ પણ કહ્યું છે કે તે તેના ગ્રાહકોને ઇલેક્ટ્રિક સાયકલ ક્ષેત્રે વધુ સારા અનુભવો આપવા માટે કેટલાક જાપાની ઉત્પાદકો સાથે જોડાણ કરવા પર પણ વાતચીત કરી રહી છે.
ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી:
હીરો સાઇકલનાં ચેરમેન પંકજ એમ મુંજાલે જણાવ્યું હતુ કે, આગામી થોડા સમયમાં લેક્ટ્રોનાં અન્ય કેટલાક યુનિટ્સ ખોલવામાં આવશે. જેનાથી બ્રિટિશ ગ્રાહકો વચ્ચે તેની ઓળખ ઉભી થઇ શકે. તેમણે કહ્યું કે, ‘આ સાઇકલ ઓફિસ જનારાઓ માટે, યુવાન અને વૃદ્ધો માટે ઘણી જ સારી છે. આની સૌથી મોટી ખાસિયત છે કે આ માટે કોઇપણ ચાર્જિંગ સ્ટેશનની જરૂર નહીં પડે. કંપનીએ કહ્યું કે લેક્ટ્રોને માન્ચેસ્ટકનાં ગ્લોબલ ડિઝાઇનર સેન્ટર પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે યુરોપીયન લોકોની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.