પોસ્ટ ઓફિસનો નવો કાયદો થયો લાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયો ફેરફાર

The Post Office Act 2023: દેશમાં પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 અમલમાં મુકવામાં આવ્યો છે. આ અંગે ભારત સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ કાયદાનો હેતુ ટપાલ સેવાઓ (The Post Office Act 2023) અથવા પોસ્ટલ સેવા અને સ્ટેમ્પ ડ્યુટી માટેના માળખાને આધુનિક બનાવવાનો છે. સોમવાર (18 જૂન)થી અમલમાં આવેલા નવા કાયદા દ્વારા લોકો માટે સરકારી સેવાઓની પહોંચ સરળ બનાવામાં આવી છે. આ ઉપરાંત સરકારી લાભો દેશના દૂરના ખૂણે ખૂણે પણ પહોંચી રહ્યા છે. તેનાથી લોકોનું જીવન ખુબ સરળ બની ગયું છે.

પોસ્ટ ઓફિસ એક્ટ, 2023એ તારીખ 10 ઓગસ્ટ, 2023 ના રોજ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ બિલ 4 ડિસેમ્બર, 2023 ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવી હતી. આ પછી 13 ડિસેમ્બર, 2023 ના રોજ આ બિલ પર વિચાર કરવામાં આવ્યો છે અને તેને 18 ડિસેમ્બર, 2023 ના રોજ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ અધિનિયમને 24 ડિસેમ્બર, 2023ના રોજ રાષ્ટ્રપતિ તરફથી પણ સંમતિ મળી હતી. તે પછી તે જ દિવસે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ગેઝેટમાં લોકો માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે.

જાણીએ શું છે આ નવો પોસ્ટ ઓફિસ કાયદો?
સંચાર મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ કાયદાનો ઉદ્દેશ્ય નાગરિક કેન્દ્રિત સેવાઓ, બેંકિંગ સેવાઓ અને સરકારી યોજનાઓના લાભોની લાસ્ટ માઇલ ડિલિવરી માટે એક સરળ માળખું બનાવામાં આવ્યું છે. આ કાયદો વ્યવસાય અને જીવનને સરળ બનાવવા માટે પત્રો એકત્રિત કરવા, પ્રક્રિયા કરવા અને પહોંચાડવા માટે અગાઉ માણવામાં આવતા વિશેષાધિકારો જેવી જોગવાઈઓને દૂર કરવામાં આવશે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, આ અધિનિયમમાં કોઈ દંડની જોગવાઈઓ કરવામાં આવી નથી. તે સામાન માટે સરનામાં, સરનામા ઓળખકર્તાઓ અને પોસ્ટકોડના ઉપયોગ માટે પ્રમાણભૂત સિસ્ટમ પ્રદાન કરે છે. પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898ને રદ કરવામાં આવ્યો છે. ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898 બ્રિટિશ શાસન દરમિયાન લાવવામાં આવ્યો હતો, જેનો હેતુ પોસ્ટ ઓફિસ સંબંધિત કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો.