અમેરિકામાં હિંદુ મંદિર બહાર મોદી વિરુદ્ધના લખાણથી ભારતીયો નારાજ, સરકારે લીધો મોટો નિર્ણય

vandalism of the BAPS Swaminarayan Temple in Melville New York

ન્યુયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સોમવારે તોડફોડ (Hindu Mandir vandalised in USA) કરવામાં આવી હતી. ન્યુયોર્કમાં રહેલા ભારતીય દુધાવાસે આ ઘટનાને વખોડી કાઢી છે. અને દુતાવાસે આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી.

આ ઘટના સુફોક કાઉન્ટીના મેલવિલેમાં બની હતી. જે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલીજીયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરના રોજ આજ સ્થળે એક વિશાળ સમુદાયને સંબોધન કરવાના છે.

આ ઘટનાને પગલે ભારતીય દુતાવાસ સ્થાનિક ભારતીય અમેરિકન સમુદાય સાથે સતત સંપર્કમાં છે. તેણે અમેરિકાની કાયદા વ્યવસ્થા સંભાળતી સંસ્થાઓને જવાબદાર લોકોને પકડી અને તેમને યોગ્ય સજા કરવા વિનંતી કરી છે.

હવે સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને ગુનેગારોને સજા અપાવવાના પ્રયાસો કરી રહી છે.

ભારતીય રાજદૂતએ તેઓની નિરાશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી. તેઓએ પોસ્ટમાં લખ્યું હતું કે ન્યુયોર્કના મેલબીલેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. તેઓ ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં છે અને આ જગઘન્ય કૃત્ય કરનાર સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમેરિકન કાયદા વ્યવસ્થાના અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે.

ઓનલાઇન વાયરલ થયેલા વિડીયો ફૂટેજમાં વાંધાજનક રંગની શાહી છાંટવામાં આવી છે અને મંદિરની બહાર વાંધા જનક નિશાનો દોરવામાં આવ્યા છે. આ ઘટનાના પડઘા સ્વરૂપે તે જ મંદિરમાં બપોરે એક પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને મંદિર હુમલાની તપાસ કરવા માટે વિનંતી કરી છે, ખાસ કરીને આગામી સમયમાં સમુદાયની સભા પૂર્વે હિન્દુ અને ભારતીય સંસ્થાઓની સલામતીને  ધ્યાનમાં રાખીને આ વિનંતી કરવામાં આવી છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુહાગ શુક્લા એ જણાવ્યું હતું કે ચૂંટાયેલા નેતા માટે નફરત ફેલાવા માટે જે લોકો હિન્દુ મંદિર પર હુમલો કરે છે તેમની આ કાયરતાને સમજવી મુશ્કેલ છે. હાલની તાજેતરની ઘટના બન્યા બાદ ભારતીય સમુદાય ત્યાં ભયનો અનુભવ કરી રહ્યો છે.