આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર દક્ષિણ ભારતીય(South Indian) સિનેમાના સુપરસ્ટાર(Superstar) અલ્લુ અર્જુન(Allu Arjun)ની ફિલ્મનો પુષ્પાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ફિલ્મના તમામ સોંગ અને ઘણા એવા ડાયલોગ હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલ(Instagram Reel) પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દેખાય રહ્યું છે કે, આ IAS ઓફિસર(IAS officer)એ પોતાના નવજાત શિશુનો એક નાનો એવો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વાયરલ કરેલ આ વિડીયોમાં નવજાત શિશુની સ્ટાઈલ જોયા પછી પુષ્પા ફિલ્મનો ફેમસ ડાયલોગ “મેં ઝુકેગા નહિ” યાદ આવે છે. વાયરલ થયેલ વિડીયોમાં બાળકની સ્ટાઇલ જોયા પછી ઘણા લોકો તેના ફેન બની ગયા છે.
વાયરલ વિડીયોમાં માત્ર 3 સેકન્ડની ક્લિપમાં નવજાત શિશુ ‘પુષ્પા’ના હેન્ડ સિગ્નેચર સ્ટેપ કરતો જોવા મળી રહ્યો છે. જયારે કોઈએ આ વિડીયોમાં પુષ્પાનો લોકપ્રિય ડાયલોગ ‘મેં ઝુકેગા નહીં’ને ઉમેરવામાં આવ્યો છે. જેના કારણે અલ્લુ અર્જુન ફરી એકવાર ચર્ચનો વિષય બન્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલ આ વિડીયો સોમવારે IAS ઓફિસર અવનીશ શરણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. જયારે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, -મારો બાળક ક્યારેય ઝૂકશે નહીં તેની ખાતરી છે આ વિડીયો. જયારે શેર કરવામાં આવેલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહી છે. તેમજ આ વીડિયોને અત્યાર સુધીમાં 13 હજારથી વધુ વ્યૂઝ અને લગભગ 2 હજાર રિટ્વીટ મળી ચૂક્યા છે. આ બાળકના સ્વેગને જોતા લોકો ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.