Gujarat Police Bharti 2024: રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે હાઈકોર્ટમાં માહિતી આપી હતી. પોલીસ ભરતી અંગે પાછલા બે મહિના દરમિયાન સરકાર દ્વારા શું કામગીરી કરવામાં આવી તેની માહિતી પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ (Gujarat Police Bharti 2024) મામલે સીધી ભરતી માટેની જાહેરાત અંગે પણ જલદીથી નિર્ણય લેવાશે. સરકારી વકીલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ફિઝિકલ પરીક્ષા માટે જરુરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે જે બાદ ઝડપથી જાહેરાત કરવામાં આવશે. ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં હાથ ધરાશે.
પોલીસ વિભાગમાં ખાલી પદો પર ભરતી
દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાનમાલને નુકસાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રિમકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આટલી પોસ્ટમાં કરવામાં આવશે ભરતી
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનવણી ચાલી રહી હતી. જેમાં આજે સરકારની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા બે પોલીસ બેડામાં તેમના દ્વારા 1006 જગ્યાઓ ઉપર બઢતી પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી છે. બઢતી થકી ભરતીની કુલ 4723 જગ્યાઓ ખાલી હતી. જેમાં છેલ્લા બે મહિનામાં 1006 ભરતી કરાતા હવે 3717 જગ્યાઓ ઉપર બઢતીથી ભરતી કરવાની બાકી છે. આ 3717 જગ્યાઓમાંથી આગામી ચાર અઠવાડીયામાં 2 હજાર પોસ્ટ બઢતીથી ભરવામાં આવશે.
31 ડિસેમ્બર સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે
31 જુલાઈ, 2024ની દૃષ્ટીએ રાજ્યમાં 1.28 લાખ જેટલી પોલીસની મંજૂર કરાયેલી ભરતીઓ છે. જે પૈકી 33 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ પૈકી 25.5 હજાર જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જ્યારે 7725 જેટલી જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવશે. 7725 જેટલી પ્રમોશનથી ભરાવવાની જગ્યાઓ પૈકી 2477 જગ્યાઓ 31 જુલાઈ પછી ભરાવવાની હતી. જેના માટે 28 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરાયો હતો. બાકીની 5248 જગ્યાઓ જે પ્રમોશનથી ભરવાની છે. તે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ખાલી જગયાઓમાં અનઆર્મ ASIની 871 જગ્યાઓ, 234 PIની જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલની 995 જેટલી જગ્યાઓ ખાલી છે. કોર્ટે પ્રમોશનથી ભરવાની પોસ્ટની ટાઇમલાઈન અને પ્રોસેસ માંગી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App