Heavy rain in Gujarat: ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં(Heavy rain in Gujarat) કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ત્યારે આજે પણ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધીની આગાહી જાહેર કરી દીધી છે. ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ 31 ઓગસ્ટ સુધી રાજ્યના કયાં-કયાં જિલ્લામાં વરસાદની આગાહી છે.
રાજ્યના 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સીઝનમાં પ્રથમવાર રાજ્યના 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. આવતીકાલે મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે.
દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ
કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે. મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
28 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App