યાસીન મલિક માટે ફાંસીની સજા માંગી રહી છે NIA, થોડીવારમાં નિર્ણય સંભળાવશે કોર્ટ

અલગતાવાદી નેતા યાસીન મલિકને (Yasin Malik)આજે સજા થશે. યાસીન મલિકને NIA કોર્ટમાં ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે NIAએ…

અલગતાવાદી નેતા યાસીન મલિકને (Yasin Malik)આજે સજા થશે. યાસીન મલિકને NIA કોર્ટમાં ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે NIAએ યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરી છે. 19 મેના રોજ સુનાવણી દરમિયાન યાસીને પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે કબૂલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.

દોષિત ઠેરવ્યા પછી, મલિકે કોર્ટને કહ્યું કે તે UAPA કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્યો કરવાનું કાવતરું), અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય) માટે દોષિત છે. તે ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતો નથી. મલિક 2019થી દિલ્હીની તિહાર જેલમાં કેદ રાખવામાં આવ્યો છે.

અગાઉ યાસીન મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને તેની સજા અંગે ચર્ચા થઈ હતી. કોર્ટરૂમમાં યાસીન મલિકે કહ્યું કે તે સજા પર તેના વતી કંઈ નહીં બોલે. મલિકે કહ્યું કે કોર્ટે તેને ખુલ્લેઆમ સજા કરવી જોઈએ. યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે જ્યારે પણ મને સરેન્ડર કરવા માટે કહેવામાં આવે છે, બાકી કોર્ટને જે યોગ્ય લાગે તે માટે હું તૈયાર છું.

કોર્ટે એ પણ સ્વીકાર્યું કે યાસીન મલિકે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને આશ્રય આપ્યો છે. આતંક માટે દુનિયાભરમાંથી ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કોર્ટમાં કહ્યું હતું કે લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન, JKLF, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોએ પાકિસ્તાનની ISIના સમર્થનથી ભારતમાં મોટા પાયે નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *