સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે. હાલમાં પણ આવી જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. સેન્ટ્રલ અમેરિકામાં આવેલ નિકારાગુઆ દેશમાં એક વાઘણે તેના બચ્ચાને જન્મ આપીને તરછોડી દીધું હતું.
રસપ્રદ વાત તો એ છે કે, આ રેર વ્હાઈટ ટાઈગર છે. હાલમાં તેની સંભાળ જન્મ આપનાર માતા નહિ પણ ઝૂના કર્મચારીની પત્ની કરી રહી છે. જેનું નામ મરીના આરગ્યુએલો છે. ગયા સપ્તાહમાં જન્મેલ આ બચ્ચાંનું વજન અંદાજે 1 કિલો છે. તેનું નામ ‘નીવ’ રાખવામાં આવ્યું છે.
જેનો અર્થ સ્પેનિશમાં ‘બરફ’ થાય છે. સમગ્ર દેશમાં આ સૌપ્રથમ વ્હાઈટ ટાઈગર છે કે, જે બેંગાલ ટાઈગરનું સંતાન છે. તેના માતા-પિતા પીળા તથા કાળા રંગના પટ્ટાવાળા બેંગાલ ટાઈગર છે. વ્હાઈટ ટાઈગરને માતાનો પ્રેમ આપવામાં મરીના થોડી પણ પાછળ પડી નથી.
તે નીવને બોટલમાંથી દૂધ પીવડાવે છે. ઝૂમાં રહેતા કુલ 700 પ્રાણીઓનું પણ ધ્યાન રાખે છે. જ્યારે નીવ દૂધ પીવે ત્યારે મરીના તેના કાનમાં કઈક કહે તેમજ પછી તેની પીઠ પર હાથ ફેરવીને વ્હાલ કરી રહ્યાં છે. મરીનાએ જણાવ્યું કે, નીવની ભૂખ સંતોષાતી નથી.
દર 3 કલાકમાં તેને દૂધ પીવડાવું છું. જો તેને દૂધ ન મળે તો તે બૂમ પાડે છે. તેની બોટલની દૂધ ઠંડુ થઈ ગયું હોય તો પણ તે જોરથી બૂમો પાડે છે. નીવ તથા મરીનાની જોડી સાચે જેવી છે. જેને લઈ એક વિડીયો સામે આવી રહ્યાં છે જે ખુબ હ્રદય સ્પર્શી છે.
VIDEO: A rare white tiger, named “Nieve” — snow in Spanish– was born at the Nicaragua zoo, and is being raised by humans after its mother rejected it pic.twitter.com/E33a2kyUTo
— AFP News Agency (@AFP) January 6, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle