અમદાવાદ Hit and Run VIDEO જોઇને કહેશો આ તથ્ય પટેલનો ભાઈ છે: 4 લોકો ઇજાગ્રસ્ત, એક મહિલાનું મોત

અમદાવાદ શહેરના મીઠાખળી છ રસ્તા નજીક એક પુરપાટ દોડતી સ્કોડા કારના ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં કારના ચાલકે નશાની હાલતમાં 3 રાહદારી અને એક્ટિવાને અડફેટમાં લેતા મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 3 ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પીધેલાએ અનેક લોકોને અડફેટે લીધા
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે સાંજે સાડા 6 કલાકની આસપાસ મીઠાખળી છ રસ્તાથી ગુજરાત કૉલેજ તરફ જતાં રોડ પર આવેલ જૈન દેરાસર નજીક સ્કોડા કારના ચાલકે પોતાનું વાહન પુરપાટ હંકારીને સૌ પ્રથમ એક એક્ટિવા ચાલક મહિલાને ઉડાવી હતી. જે બાદ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તેણે નજીકમાં રહેલી અન્ય કેટલી કારને ઠોકરે ચડાવીને નજીકથી પસાર થઈ રહેલા ત્રણ રાહદારીઓને પણ અડફેટમાં લીધા હતા.

લોકોનું ટોળું એકત્ર થતા કાર ચાલકને આપ્યો મેથીપાક
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતુ. જે બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકને બહાર કાઢીને ફટકાર્યો હતો. આ સમયે કાર ચાલક નશામાં ધૂત હોવાનું લોકોએ જણાવ્યું હતુ.

કાર ચાલકની ધરપકડ
બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે નજીકની HCG હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક્ટિવા ચાલક રોનક પરીખ (ઉ.વ. 40, રહે. નવરંગપુરા)નું મોત નિપજ્યું છે. હાલ તો બી-ડિવિઝન ટ્રાફિ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.