Surat news: સુરતમાં નંદ ફાર્મ ખાતે સૌરાષ્ટ્રના નાના મુંજીયાસર ગામ પરિવારનો નવમો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત માતૃ વંદના અને દીકરી સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પાબેન પટેલ દ્વારા માતા પિતાની આરતીનું નવું ગીત બહાર પાડી અનોખી ભાવ વંદના કરવામાં આવી હતી.જેમાં સાઈઠ વર્ષથી ઉપરની ઉંમરના 100 જેટલી માતાઓને વાજતે ગાજતે સ્ટેજ(Surat news) પર સ્થાન આપીને માતૃ વંદના થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમમાં દાતાઓનું તેમજ ગાયિકા અલ્પા બેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું
100 જેટલી માતાઓનું માતૃ વંદના થકી પૂજન કરવામાં આવ્યું
સૌરાષ્ટ્રથી સ્થળાંતરિત થઈને સુરતમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે સમાજમાં સંગઠન અને એકતાના દર્શન માટે દર વર્ષે સુરત ખાતે અલગ અલગ ગામ અને તાલુકાના સ્નેહમિલન થતા હોય છે.ત્યારે નાના મુંજિયાસર ગામના લોકો દ્વારા અનોખો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં મુંજિયસર ગામના આગેવાનો અને ઉત્કૃષ્ટ કામ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ સ્નેહમિલનની વિશેષતા એ હતી કે સાઈઠ વર્ષથી ઉપરની ઉંમરના માતાઓને વાજતે ગાજતે સ્ટેજ પર સ્થાન આપીને માતૃ વંદના થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું.આટલું જ નહી આ સાથે જ દીકરીઓનું પૂજન પણ કરીને દીકરી ઘરનો તુલસી ક્યારો આ યુક્તિ ને સાર્થક કરી હતી.
લોકગાયિકા અલ્પાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં માતા-પિતાની આરતી રજૂ કરવામાં આવી
આ તકે નાના મુંજિયાર ગામના વતની અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા તરીકે જાણીતા અલ્પાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં માતા-પિતાની આરતી રજૂ કરવામાં આવી હતી.આ આરતીનું લોન્ચિંગ ગીત તેમણે આ કાર્યક્રમમાં રિલીઝ કર્યું હતું.સાથે જ કહ્યું હતું કે અમારા ગામનો આ નવમો સ્નેહમિલન સમારોહ છે.જેમાં ગામના નાના-મોટા સૌ કોઈ સાથે મળીને એકમેકના વિકાસમાં સહભાગી થવા માટે તથા સુખદુઃખની વહેંચણી કરવા માટે એકઠા થઈએ છીએ.અમારા ગામમાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે.સમાજને લગતા કાર્યક્રમો અહીંથી થતા રહેતા હોય છે .
દાતાઓનું સન્માન કરવામાં આવ્યું
કાર્યક્રમમાં સ્ટેજ પરથી નાના મુંજીયસર સર ગામના વતની અને સુરતમાં સમાજસેવા કરતા અગ્રણી ઉદ્યોગપતિ ભરતભાઈ સતાસિયાએ કહ્યું કે મહિલાઓ જે 60 વર્ષથી ઉપરની છે તેમણે અગાઉ સાસુના દબાણમાં રહેવું પડતું અને હવે વહુઓના વ્યવહાર થકી કામ કરવું પડતું હોય છે ત્યારે આ માતાઓને સન્માન મળવું ખૂબ દૂર હતું ત્યારે આજના કાર્યક્રમમાં માતાઓને સન્માનિત કરીને એક અનોખી હરખની લાગણી અનુભવવામાં આવી રહી છે.ગામમાંથી 100 જેટલી માતાઓને સ્પેશિયલ બસમાં સુરત લાવીને તેમને સન્માનિત કરાઈ હતી આ પ્રકારના કાર્યક્રમો ખરેખર સમાજને અનોખી પ્રેરણા આપે છે.
સમગ્ર કાર્યક્રમ માં મુખ્ય પ્રવક્તા હાર્દિક ચાંચડએ સમાજમાં એકતા અને સંગઠન પર વિશેષ ધ્યાન દોર્યું હતું.તેમજ કાર્યક્રમ નું સંચાલન દિલીપ ભાઈ વારસાનીએ કર્યું હતુ આ તકે પ્રમુખ જયંતિ ભાઈ વઘાસિયા, ઉપ પ્રમુખ દીપક ભાઈ સતાસિયા,દેવેન ભાઈ ક્યાડા દ્વારા તમામ નો આદર સત્કાર કરવામાં આવ્યો હતો.તેમજ યુવાન કાર્યકર આશિષ સતાસીયા ,દેવેન ભાઈ અને દીપક ભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ અલ્પાબેન જેવા ગુજરાતના ગૌરવ સમાન લોકગાયિકા તથા દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube