હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આની સાથે-સાથે આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હત્યાની આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ કૌશાંબીમાં થોડા દિવસ અગાઉ કરવામાં આવેલ હત્યાનું કોકડું પોલીસ દ્વારા ઉકેલી દેવામાં આવ્યું છે.
પ્રેમમાં અડચણ રૂપ બની રહેલ પિતાની હત્યા સગીર દીકરીએ જ પોતાના પ્રેમી પાસે કરાવી હતી. પોલીસના ખુલાસાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. અહીં ઉલ્લેખનીય છે કે, કૌશાંબીમાં આવેલ સરાય અકિલ વિસ્તારમાં કુલ 5 દિવસ અગાઉ એક ખેડૂતની હત્યા કરવામાં આવી હતી.
કુહાડીથી કાપીને ખેડૂતની હત્યા કરવામાં આવી હતી. પોલિસ દ્વારા તપાસ કરતાં દીકરીનાં નિવેદન પર આશંકા થઈ હતી. ત્યારપછી પોલીસને પરિવારજનો જ હત્યામાં સામેલ હોવાની શંકા ગઈ હતી. તબરેજ અહમદ નામનો વ્યક્તિ ગામમાં જ ખેતી કરીને થોડા દિવસથી તે પોતાનું ક્ષતિગ્રસ્ત મકાન બનાવડાવી રહ્યો હતો.
જેને લીધે તે પાડોશી કુટ્ટુના ઘરે સૂઈ જતો હતો. 28 ડિસેમ્બર વર્ષ 2020ની રાતે જ્યારે તે પાડોશી કુટ્ટુના ઘરમાં સૂઈ રહ્યો હતો, ત્યારે રાત્રે અંદાજે 12 વાગ્યે એક અજાણ્યો શખ્સ ત્યાં આવીને કુહાડીથી ગળાના ભાગે ઘા કરીને હત્યા કરી નાંખવામાં આવી હતી. કુટ્ટુએ બુમાબુમ કરતાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો ભેગા થઈ ગયાં હતાં.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ રાતે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તેમજ મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ખેડૂત તબરેજની હત્યાનો ખુલાસો કરવા માટે સ્થાનિક પોલીસની સાથે SOGને પણ લગાવી દેવામાં આવ્યા હતા.
આની સાથે જ પરિવારજનોને સર્વિલાન્સ પર રાખવામાં આવ્યા હતા. અંદાજે એક સપ્તાહની તપાસ કર્યાં પછી પોલીસ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, તબરેજ અહમદની હત્યા તેની જ સગીર વયની દીકરીએ પોતાના પ્રેમી પાસે કરાવી હતી.
પોલીસે કહ્યું હતું કે, પિતા સગીર પુત્રીના પ્રેમમાં અડચણ બની રહ્યા હતા, જે છોકરીને પસંદ ન હતું. ત્યારપછી છોકરીએ પોતાના પ્રેમીના હાથે પિતાને કુહાડીથી કપાવી નાખ્યા હતાં. પોલીસે સર્વિલાન્સ દ્વારા પ્રેમીને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો તો હત્યાકાંડનું કોકડું સોલ્વ થઈ ગયું હતું.
અપર પોલીસ અધિક્ષક સમર બહાદુર જણાવે છે કે, મૃતક તબરેજની પુત્રીને તે પ્રેમ કરતો હતો. 12મા ધોરણમાં અભ્યાસ કરતી પ્રેમિકાના પિતા તબરેજને તેમના પ્રેમની જાણ થતાં તેમણે આપત્તિ દર્શાવી હતી તેમજ તબરેજે પુત્રીનો અભ્યાસ છોડાવીને ઘરમાં રહેવા જણાવ્યું હતું. એમ છતાં બંને છુપાઈને મોટાભાગે વાત કરી લેતા હતા. ઘટનાવાળી સાંજે મૃતક તબરેજને પુત્રીની કરતૂતની બાબતે જાણ થઈ તો તેણે પોતાની પુત્રીને મારી હતી.
28 ડિસેમ્બર વર્ષ 2020ની રાત્રે રેહાન પ્રેમિકાના ઘરે પહોંચીને જાણવા મળ્યું કે, તબરેજ પાડોશીના ઘરમાં સૂઈ રહ્યો છે. રેહાન પાડોશીના ઘરે પહોંચ્યો તેમજ પલંગ પર સૂઈ રહેલ તબરેજના ગાળાના ભાગે કુહાડીથી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle