ઉત્તર પ્રદેશના નોઇડામાં ફરી એક વખત ખાખી શરમમાં મૂકાઇ છે. નોઈડાના પોલીસના સબ ઇન્સ્પેક્ટર શર્માએ રેશન લેવા માટે રાહ જોઈ રહેલી ગરીબ મહિલાઓ પર લાઠીઓ વરસાવી છે. મળતી માહિતી અનુસાર કસુરવાર સબ ઇન્સ્પેક્ટર સેક્ટર-19 પોલીસ ચોકીનો છે.
એડીશનલ એસપી રણવિજય સિંહએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે કે, પોલીસ કમિશનરે આ ઘટનાને ધ્યાનમાં લીધી છે. કમિશનરે આદેશ આપ્યા બાદ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મામલો નોઈડાના સેક્ટર 19નો છે.
#Noida sector 19 … अरे कहे मार रहे हो भईया ??? @Uppolice @noidapolice pic.twitter.com/bg7Mkos9ZJ
— Supriya Bhardwaj (@Supriya23bh) May 16, 2020
સમાચાર એજન્સી અનુસાર બે મહિલાઓ એક લાઈનમાં રેશન લેવા માટે ઊભી હતી ત્યારે કથિત રીતે પોલીસે મહિલાઓને મારી. આરોપી પોલીસ કર્મી વિરુદ્ધ વિભાગીય તપાસ બેસાડી દેવામાં આવી છે. જિલ્લા પોલીસે આ વાતની જાણકારી આપી છે.
રેશન માટે રાહ જોઈ રહી હતી મહિલાઓ
LOCKDOWN ના લીધે રોજગાર ધંધા તમામ ઠપ થયેલા છે. લોકોને બે સમયના ભોજન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેટલીક ઘણી મહિલાઓ ક્યારની લાઇનમાં ઊભી રહી રેશન મેળવવાની રાહ જોઈ હતી, ત્યારે સબ ઇન્સપેક્ટરે લાઠીઓ વરસાવવામાં શરૂ કરી દીધી.
સબ ઇન્સ્પેક્ટર થઈ ચૂક્યો છે સસ્પેન્ડ
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. જ્યારે પોલીસ કર્મી બે મહિલાઓને મારી રહ્યો હતો તે સમયે ત્યાં ઘટનાસ્થળ પણ કોઇ મહિલા પોલીસકર્મી હાજર ન હતા. આ ઘટના પર ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્વિટ કર્યું છે.ટ્વીટ અનુસાર ઘટના ના વિડીયો ને ધ્યાનમાં લેવામાં આવ્યો છે, ઘટના માટે તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલિક રીતે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news