કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની મુશ્કેલીઓને લઇને કેન્દ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. લોકડાઉનને કારણે, મોટી સંખ્યામાં કામદારોને પગપાળા કરીને પોતપોતાના રાજ્યો પાછા ફરવા મજબુર થયા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુખદેવ વિહાર ફ્લાયઓવર પાસે 16 મેના રોજ મજુરો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ આજે સવારે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. આ 17 મિનિટનો વીડિયો સ્થળાંતર કામદારોના સ્થળાંતરની પીડા દર્શાવતા દ્રશ્યો સાથે શરૂ કરવામાં આવ્યો છે.
આ વિડ્યોમાં પાછળથી, લોકોને તેમની પીડા કહેવામાં આવી છે. ઝાંસીનો રહેવાસી મહેશકુમાર કહે છે કે, તે 120 કિલોમીટર ચાલીને વતન પહોચીયા છે. રાત્રે રોકીને આગળ વધ્યો. અમે પગપાળા જવા મજબૂર છીએ. એક મહિલા કહે છે કે, મોટા માણસને કોઈ સમસ્યા નથી. અમે ત્રણ દિવસથી ભૂખે મરી રહ્યા છીએ. બાળક પણ અમારી સાથે છે, તે ત્રણ દિવસથી ભૂખ્યા અને તરસ્યા છે. બીજી મહિલા કહે છે કે, જે કંઈ પણ કમાયું હતું તે છેલ્લા બે મહિનામાં પૂરું થઈ ગયું છે. તેથી જ અમે પગપાળા કરીને વતન જવા માટે મજબુર છીએ.
રાહુલ ગાંધી મજૂર સાથે વાત કરે છે. તેઓ પૂછે છે કે, તેઓ ક્યાંથી આવી રહ્યા છે અને તેઓએ શું કર્યું? એક વ્યક્તિ કહે છે કે, તે હરિયાણાથી આવ્યા છે અને બાંધકામ સ્થળ પર કામ કરતો હતો. તેણે કહ્યું કે, તે એક દિવસ પહેલા જ ચાલવા લાગ્યો હતો. તેની સાથે તેનો આખો પરિવાર છે.
તે વ્યક્તિએ કહ્યું કે, તેને લોકડાઉન વિશે માહિતી મળી. જ્યાં તે રહેતા હતા ત્યાં તેમને ભાડામાં 2500 રૂપિયા આપવાના હતા. તેથી હવે તેઓ ઝાંસી જવા રવાના થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે, તમે જમવાનું શું કરો છો? આ સવાલના જવાબમાં પરિવારે કહ્યું કે, લોકો તેમને રસ્તામાં જમવા આપે છે. ઘણી વખત ખોરાક પણ ઉપલબ્ધ થાય છે, અને ઘણી વખત નહીં મળે, તો અમે આગળ વધ્યે છીએ.
એક વ્યક્તિએ જણાવ્યું કે, 21 મી તારીખે સાંજે જાણવા મળ્યું કે 22 માર્ચે ભારત બંધ હતું. અમને લાગ્યું કે, એક દિવસ માટે બંધ છે. ચાર દિવસ પછી ફરીથી બધું અટકી ગયું. રાહુલ ગાંધીએ પૂછ્યું કે જો તેઓ જાણતા હોત કે ચાર દિવસ પછી ફરીથી બધું બંધ થઈ જશે, તો તેમણે શું કર્યું હોત? જેમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, તેઓ વતન ચાલ્યા જાત. છેલ્લા બે મહિનાથી અમે ઘરેથી પૈસા માંગીએ છીએ. ઘરના લોકો ઘઉં વેચીને અમને પૈસા મોકલી રહ્યા છે અને તેના ઉપર જીવી રહ્યા છીએ. અમે ત્રણ લોકડાઉન સુધી રાહ જોય પણ હવે મને ખબર નથી કે, આગળ શું થશે, તેથી ઘર છોડી દીધું છે.
જે બાદ રાહુલ ગાંધી તે પરિવારની મદદની ખાતરી આપીને આગળ વધે છે. પાછળથી શોટમાં તે બતાવવામાં આવ્યું છે કે, કારમાં બેસીને બધા સભ્યોને ઘરે મોકલવામાં આવ્યા હતા. બાદમાં લોકો ઘરે પહોંચ્યા અને રાહુલ ગાંધીનો આભાર માન્યો.
અંતે, રાહુલ ગાંધી લોકોને અપીલ કરે છે અને કહે છે – મારા સ્થળાંતર કામદારો, ભાઈઓ અને બહેનો. તમે આ દેશની શક્તિ છો. તમે આ દેશનો ભાર તમારા ખભા પર લાવ્યો છે. આખો દેશ જાણે છે કે, તમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ભારતની શક્તિને સક્ષમ કરવી એ આપણી ફરજ છે. અંતે, 13 કરોડ પરિવારોને 7,500 રૂપિયાની આર્થિક સહાય આપવા સરકારને અપીલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news