ભૂવા બનીને અય્યાશી કરી: રાજકોટની યુવતીને બનાવી ગર્ભવતી, તરછોડી દઈને પર્સનલ ફોટો કર્યા વાઈરલ

ગુજરાત(Gujarat): રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સાઓ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ(Rajkot)માં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. જેમાં જૂનાગઢ(Junagadh)ની યુવતી દ્વારા ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ યુવતીએ ઝેરી દવા ગટગટાવીને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને(Women’s police station) પહોંચી ગઈ હતી અને જૂનાગઢના એક સૂરજ સોલંકી (Suraj Bhuvaji news) નામના ભૂવાએ સતત 10 મહિના સુધી તેની દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ રાજકોટ મહિલા પોલીસે દવા પીધેલી હાલતમાં આવેલી યુવતીને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવી હતી અને સારવાર આપવામાં આવી હતી.

આ સુરજ સોલંકી નામના ભૂવાના આ કારસ્તાનનો ખુલાસો થતા માહિતી સામે આવી છે કે, આ પીડિત મહિલાએ સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટની પોસ્ટ મૂકીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુસાઇડ નોટ માં લખ્યું હતું હું, આ સુરજ સોલંકી (Suraj Bhuvaji news) નામના ભુવા પાસે ૧૦ મહિના પહેલા જોવડાવવા ગઈ હતી. અને ત્યાં આ સુરજે મને પોતાનો પર્સનલ નંબર આપ્યો હતો અને ત્યાર બાદ લગ્ન કરવાનું પણ કહ્યું હતું. આ લગ્નના અંધારામાં રાખી ૧૦ મહિના સુધી મારું શારરિક શોષણ કર્યું હતું અને આ ભુવાએ મને ગર્ભવતી બનાવી દીધી હતી. ત્યારબાદ દવા પણ આપી હતી.

છેલ્લા એક મહિનાથી મને મૂકીને ચાલ્યા ગયા છે. સોશિયલ મીડિયા ઉપર દુનિયાની સામે મને ઘરવાળી બનાવીને અત્યારે મને રોડ ઉપર મૂકી દીધી છે. હું એને કેટલાક દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર સંજય સોહેલીયા નામના વ્યક્તિ એ ગાડીમાં બેસાડી માર માર્યો અને ગાડીમાંથી ફેકી દીધી અને સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ કરીને મને બદનામ કરે છે હવે મારે ક્યાય જવા જેવું રહ્યું નથી. મને આમાં થી હવે કઈ રસ્તો મળતો નથી મારી પાસે મારવા સિવાઈ કઈ રસ્તો નથી મારા મર્યા પછી મને ન્યાય અપાવજો.

આ સુસાઇડ નોટ સામે આવતા આ ભુવા સુરજ સોલંકી ઉપર અનેક આકરા સવાલો ઉભા થાય છે અને આ એક યુવતી સિવાય બીજી પણ કેટલી યુવતીને પણ પોતાની હવાસનો શિકાર બનાવ્યો હશે કે કેમ? એવા પણ હળહળતા સવાલો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *