ડ્રગ્સની દુનિયામાં કુખ્યાત સુધા ધામેલીયાની ફરી એક વાર ધરપકડ, જાણો હવે શું કાંડ કરી નાખ્યા

રાજકોટ(Rajkot): ડ્રગ્સ (Drugs)ના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા જ રહે છે. તેમાં પણ ખાસ કરીને ડ્રગ્સની દુનિયામાં કુખ્યાત સુધા ધામેલીયા (Sudha Dhamelia)ની કેટલીય વાર ધરપકડ…

રાજકોટ(Rajkot): ડ્રગ્સ (Drugs)ના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા જ રહે છે. તેમાં પણ ખાસ કરીને ડ્રગ્સની દુનિયામાં કુખ્યાત સુધા ધામેલીયા (Sudha Dhamelia)ની કેટલીય વાર ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વાર કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે(Rajkot Special Operations Group) ફરી એક લાખથી વધુના માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડ્યો છે.

જાણવા મળ્યું છે કે, ત્રણ દિવસ પહેલા યોગેશ બારભાયા નામના યુવાનની પણ રાજકોટ SOG તરફથી ધરપકડ કરવામાં આવી હતી. હવે એસઓજી તરફથી વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા બે લોકોમાં એક તો કુખ્યાત સુધા ધામેલિયા અને અન્ય એક યુવક સામેલ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બંનેની NDPS ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને પાસેથી માદક દ્રવ્યનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

વીડિયો થયો હતો વાયરલ:
મળતી માહિતી અનુસાર, આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં ડ્રગ પેડલર વિરૂદ્ધ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં યુનિવર્સિટી પોલીસ સુધા ધામેલિયા સુધી પહોંચે તે પૂર્વે જ સુધા ધામેલિયાનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સુધા ધામેલિયા પિસ્ટલ જેવી કઈક વસ્તુ સાથે નજરે પડી રહી હતી.

સુધા ધામેલીયાની આ પહેલી વખત નહિ, પરંતુ આ પહેલા પણ કેટલીય વાર ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, સુધા ધામેલીયા 2014થી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલી છે. હાલ પોલીસ દ્વારા આ ઘટનાની નોંધ કરી સુધા સહિત અન્ય એક યુવકની ધરપકડ કરવમાં આવી છે. તેમજ વધુ તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *