હવે અમૂલનો આખી દુનિયામાં વાગશે ડંકો, અમેરિકા બાદ યુરોપમાં એન્ટ્રી; જાણો શું છે પ્લાન

Amul Milk News: અમુલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુ.એસ.માં લૉન્ચ (Amul Milk News) કરાયેલું દૂધ ‘અતિશય સફળ’ રહ્યું છે. આ સફળતાને જોતાં, અમે હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છીએ, જે બ્રાન્ડ માટે ઐતિહાસિક ક્ષણ હશે.

ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ
મહેતાએ શનિવારે પ્રાઈવેટ બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ ‘અમૂલ મોડલઃ ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ ઓફ મિલિયન્સ’ પરના 11મા ડૉ. વર્ગીસ કુરિયનના સ્મારક વ્યાખ્યાનમાં આ વાતો કહી હતી. XLRI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને આવનારા વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશ દૂધનું ઉત્પાદન કરવાના માર્ગ પર છે.”

અમુલ હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ડેરી એ માત્ર એક વ્યવસાય નથી – તે ગ્રામીણ ભારતની જીવનરેખા છે.’ યુ.એસ. મિલ્ક બિઝનેસમાં અમૂલના તાજેતરના પ્રવેશ વિશે વાત કરતા, મહેતાએ કહ્યું કે તે “અત્યંત સફળ” રહ્યું છે. અમુલ હવે પ્રથમ વખત યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.

બજારમાં ટકી રહેવા માટે, અમૂલ પ્રોટીનયુક્ત, ઓર્ગેનિક અને કેમિકલ-મુક્ત ઉત્પાદનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેના પર ગ્રાહકો વિશ્વાસ રાખે છે. ડૉ. કુરિયને તેની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સતત વિસ્તરણની સાથે વિકસિત ઈકોસિસ્ટમની પણ પ્રશંસા કરી હતી.

અમુલને ગુજરાતમાં અને દેશમાં જબરદસ્ત સફળતા મળી છે અને તેના પછી અમેરિકામાં લોન્ચ કરેલી પ્રોડક્ટને પણ સફળતા મળી છે. તેનાથી ઉત્સાહિત અમુલ હવે યુરોપીયન બજારમાં પણ લોન્ચ કરવા આગળવધી રહી છે. આગામી સમયમાં અમુલના ઉત્પાદનોની પ્લેનો ભરીને નિકાસ થાય તો આશ્ચર્ય ન પામતા.