સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
કોરોનાની બીજી લહેરનું જોર ધીમે ધીમે ઓછું થયું છે ત્યારે હવે કોરોનાના નિયમોમાં ઢીલ આપવામાં આવી રહી છે. જેને લીધે શિમલા અને મનાલી સહિતના અન્ય હિલ સ્ટેશનો ખુબ જ માણસોની ભીડ ઉમટી પડે છે. લોકોની ભીડ જોઇને સરકાર પણ ચોંકી ગઈ હતી. કારણ કે એક સાથે ઘણા લોકો એક સાથે ભેગા થાય તો કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે. જેને લઈને મનાલીના સ્થાનિક તંત્રએ મહત્વનો અને મોટો નિર્ણય કર્યો છે. મનાલીમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાશે તો પોલીસ દ્વારા તેમને પકડવામાં આવશે અને તેમની પાસેથી ૫૦૦૦ રૂપિયાનો દંડ અને ૮ દિવસ સુધીની જેલની સજા થશે.
Himachal Pradesh | Manali initiates COVID-19 awareness campaign in wake of tourists thronging the state after easing of restrictions.
“Everyone is wearing masks in crowded places. We are avoiding going out on weekends due to the rush,” says Anju, a tourist from Chandigarh. pic.twitter.com/nGY1m9JoYF
— ANI (@ANI) July 8, 2021
હિમાચલ પ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયા બાદ સરકારે બહારથી આવતા લોકોને પરવાનગી આપી દીધી છે. જેને કારણે અન્ય રાજ્યોમાંથી 18000 થી 20000 વાહનો પ્રવેશ થઇ રહ્યા છે. બહારના પ્રવાસીઓના કારણે હિમાચલ પ્રદેશ પર હવે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
મનાલી અને સિમલામાં હાલમાં બધી જ હોટલો ફૂલ છે અને બજારમાં પગ મુકવા માટેની પણ જગ્યા નથી. બજારોમાં ખુબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. સામાજિક અંતરના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને મનાલીમાં હવે કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
Remdesivir Dedo, Bed Dedo, Oxygen Dedo!?pic.twitter.com/Cm92gjhF3k
— ADV. ASHUTOSH J. DUBEY?? (@AdvAshutoshDube) July 7, 2021
ટ્વિટર પર ઉત્તરાખંડના મસૂરીનો એક વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમે આ વિડીઓમાં જોઈ શકો છો કે, કેમ્પટી ફોલ્સમાં લોકો ભીડમાં એકઠા થઈને સ્નાન કરી રહ્યા છે. વિડીઓમાં તમે જોઈ શકો છો કે લોકોએ માસ્ક પણ નથી પહેર્યા. સાથે સામાજિક અંતરના ધજાગરા ઉડાડી રહ્યા છે અને બધા એક સાથે ભેગા થઈને સ્નાન કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.