Supreme Court Ruled: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ચુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો હવે પોલીસ અધિકારી ખોટો કેસ દાખલ કરશે અથવા ખોટા પુરાવો રજૂ કરશે તો પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી ની કોઈ જરૂરત પડશે નહીં. ઉપરાંત કોર્ટે (Supreme Court Ruled) વધુમાં કહ્યું હતું કે આવા અધિકારીઓ કોર્ટમાં દાવો કરી શકશે નહીં અને ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 197 હેઠળ મંજૂરી વગર જ તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે.
જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી પોલીસ અધિકારી દ્વારા સત્તાનો દૂર ઉપયોગ રક્ષણાત્મક ગણવામાં નહીં આવે.
જ્યારે પોલીસ અધિકારી ખોટો કેસ દાખલ કરે છે ત્યારે તે કોર્ટમાં દાવો કરી શકતો નથી. આવું પ્રાવધાન સીઆરપીસી ની કલમ 197 માં કરવામાં આવેલું છે, જેના માટે કોઈ કાર્યવાહી કરવા માટે કોઈપણ મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. કેમકે આવું કરવું એ કોઈ પણ પોલીસ અધિકારીની ફરજનો ભાગ હોતો નથી.
સર્વોચ્ચ અદાલતે અગાઉ પરવાનગીના અભાવે હત્યાના કેસમાં આરોપીઓને બચાવવા માટે ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપી પોલીસ અધિકારી સામે કાયદાકીય કેસ રદ કરવાના મધ્યપ્રદેશ હાઇકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. અને તે પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ યથાવત રાખી હતી.
સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં લખ્યું કે સરકારી અધિકારી દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરવામાં આવે છે જેની કાયદામાં કોઈ જોગવાઈ નથી. અંતર્ગત આરોપી કે ફરિયાદી પાસે કોરા કાગળ પર સહી કરાવવી એ પણ ગુનો બને ઉપરાંત પોલીસ કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરે છે તો તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થઈ શકે છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને સીઆરપીસી હેઠળ જાહેર પોલીસ અધિકારી તેની સત્તાવાર ફરજો ને નિભાવવામાં કરવામાં આવેલી કાર્યવાહી માટે કાર્યવાહી કરતા પહેલા યોગ્ય સરકારી મંજૂરી જરૂરી છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધું હતું કે બોગસ કેસ દાખલ કરવો અને તેના સંબંધમાં ખોટા પુરાવાઓ બનાવવા તે સરકારી અધિકારીની સત્તાનો ભાગ નથી. આવું કરવાથી તેમના વિરુદ્ધ કેશ દાખલ થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App