A’bad wrong side driving: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. ત્યારે રોંગ સાઈડમાં (A’bad wrong side driving) આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં રોંગસાઈડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
વાહનચાલક વિરૂદ્ધ ગુનો દાખલ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસે આકરી કાર્યવાહીના ભાગરૂપે છેલ્લા 20 દિવસમાં બે લાખથી વધુ કેસ કરીને 13.21 કરોડ રૂપિયા જેટલો દંડ વસુલ્યો હતો. જો કે, તેમ છતાંય શહેરમાં રોંગસાઇડ, લેફ્ટ ફ્રી સહિતની સમસ્યા યથાવત છે. જે અનુસંધાનમાં રોંગસાઇડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે હવે દંડ લેવાને બદલે નિયમનો ભંગ કરનાર વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જે અંગે શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારમાં રોંગસાઇડના પોઈન્ટ પર કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે.
ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, આ પગલાને હેતું રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી થતાં અકસ્માત ઘટાડવાનો છે. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પાઠ ભણાવવા અને અકસ્માતની સંખ્યા ઘટાડવા તેમની સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવશે. 2024માં તંત્ર દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ 6001 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. 2025ના પ્રથમ બે મહિનામાં જ 598 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા આજથી 13 મુખ્ય ભંગ બદલ વાહન ચાલકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હેલમેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાઈન ચલાવવું, ફેન્સી નંબર પ્લેટ, ઓવર સ્પીડિંગ અને સિટ બેલ્ટ ન બાંધવો મુખ્ય છે. આ ડ્રાઈવનો હેતુ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતની સંખ્યા ઘટે તેવો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App