સરકાર દ્વારા લોકોને મદદ મળી રહે તે હેતુથી નવી-નવી યોજનાઓ અને નિર્ણયો પણ કરવામાં આવી રહ્યા છે. સરકાર શહેરની સાથે-સાથે ગામડાઓમાં પણ વધુ ધ્યાન આપી રહી છે. ત્યારે આજે પોસ્ટ-વિભાગ દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
PPF સાથે અન્ય નાની બચત યોજનાઓની પહોંચ પણ ગ્રામ્ય વિસ્તાર સુધી થાય એ માટે પોસ્ટ-વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો અમલ થવાથી નાની બચત યોજનાઓમાં પણ રોકાણ કરવું ખુબ જ સરળ થઈ થશે. પોસ્ટ વિભાગ હવે દરેક નાની બચત યોજનાઓને વિસ્તૃત કરીને પોસ્ટ-ઓફિસ કક્ષા સુધીની કરી રહી છે. આપને જણાવી દઈએ, કે ગ્રામિણ વિસ્તારમાંપણ કુલ 1,31,113 પોસ્ટ-ઓફિસની શાખા કાર્યરત છે.
પત્ર, સ્પીડ-પોસ્ટ, પાર્સલ, ઈલેક્ટ્રોનિક મની-ઓર્ડર, ગ્રામીણ પોસ્ટ જીવન-વિમાની સુવિધાઓ સિવાયની આ શાખાઓ દ્વારા હવે પોસ્ટ-ઓફિસ બચત ખાતું, રિકરિંગ ડિપોઝિટ ખાતું, ફિક્સ ડિપોઝિટ ખાતું તથા સુકન્યા સમૃદ્ધી ખાતાંની યોજનાઓ પણ આપવામાં આવી રહી છે.
નવા આદેશ પ્રમાણે શાખા પોસ્ટ-કચેરીઓને જાહેર ભવિષ્યનિધિ, માસિક આવક યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર તથા વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓની વ્યવસ્થા પણ પૂરી પાડવાની પરવાનગી આપવામાં આવી છે.
ગ્રામ્યમાં રહેતાં લોકોને હવે એ જ પોસ્ટ-ઓફિસ બચત બેંકની સુવિધા પણ મળી શકશે, જેનો મોટો લાભ શહેરમાં રહેતા લોકો પણ લઈ રહ્યા છે. જેઓ તેમની બચત માત્ર તેમના ગામની પોસ્ટ-ઓફિસ દ્વારા લોકપ્રિય યોજનાઓનો પણ લાભ લઈ શકશે.
નાની બચત યોજનાઓના વ્યાજનાં દરની દર કુલ 3 મહિનામાં સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. 1 જુલાઈ થી 30 સપ્ટેમ્બર, 2020 સુધીની અન્ય નાની બચત યોજના પરના વ્યાજ દર પહેલાંના ત્રિમાસિક ગાળાનાં સમાન રહેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.