હવે રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો…જાણો ગુજરાતમાં કેવું રહેશે આગામી 5 દિવસનું વાતાવરણ

Gujarat Winter forecast News: રાજ્યમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.રાજ્યમાં અત્યારે શિયાળો જામ્યો છે. ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરી છે. તેમજ અત્યારે જેટલી ઠંડી અનુભવાય છે તેટલી જ ઠંડી( Gujarat Winter forecast News ) આગામી 7 દિવસ અનુભવાશે.તેમજ હાલમાં માવઠાની શક્યતા પણ નહિવત હોવાનું હવામાન વિભાગ પાસેથી જણવા મળી રહ્યું છે.

7 દિવસ સુધી સૂકું વાતારણ રહેશે
હવામાન વિભાગ અનુસાર શિયાળાની શરુઆતમાં માવઠા જોવા મળ્યા હતા. જેના પરિણામે વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે આગામી 7 દિવસ તાપમાન સ્થિર રહેશે અને વાતારવણ વાદળા વગરનું સુકુ રહેવાથી વરસાદની કોઈ સંભાવના નથી. અત્યારે માત્ર રાત્રે જ નહિ પરંતુ દિવસે પણ તાપમાનનો પારો નીચે જતા વાતાવરણમાં ઠંડી જોવા મળે છે. અને આગળ પણ આ પ્રકારનું જ વાતાવરણ જોવા મળશે.આગામી 7 દિવસ અત્યારે અનુભવાય છે તેટલી જ ઠંડી જોવા મળશે. હવામાન વિભાગે ઠંડી ઘટવાની કે વરસાદ થવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું છે.તેમજ 2 દિવસ બાદ પવનની દિશા બદલાવાને લીધે કદાચ એકાદ બે ડીગ્રી ઠંડી વધી શકે છે.

હાલ ક્લાઉડી વાતાવરણને લીધે દિવસનું તાપમાન ઘટી ગયું છે અને વાતાવરણમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. જો કે આગામી 7 દિવસ અત્યારે અનુભવાય છે તેટલી જ ઠંડી અનુભવાશે. અમદાવાદમા આ દિવસોમાં તાપમાન 15.5 ડીગ્રી નોંધાયું છે. આગામી મહિનાનું વેધર ફોરકાસ્ટિંગ 31મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. આ ઉપરાંત ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *