હાય રે મોંઘવારી! એક લીંબુ 10 રૂપિયાના ભાવે મળી રહ્યું છે- જાણો બીજા શાકભાજીના શું છે ભાવ

પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં ભારે વધારા બાદ હવે શાકભાજી(Vegetables Price Hike)ની વધતી મોંઘવારી(Inflation)એ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કર્યા છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ…

પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં ભારે વધારા બાદ હવે શાકભાજી(Vegetables Price Hike)ની વધતી મોંઘવારી(Inflation)એ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કર્યા છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સમયે શાકભાજીના ભાવે મહિલાઓનું બજેટ ખોરવી નાખ્યું છે. અનેક ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી જતા હવે શાકભાજીના ભાવ વધારાથી સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે.

લીલા શાકભાજી સૌથી મોંઘા:
આ દિવસોમાં શાકમાર્કેટમાં લગભગ તમામ લીલા શાકભાજીના ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. દુકાનોમાં શાકભાજીના ઢગલા પહેલાની જેમ દેખાતા નથી. મોંઘું શાક હોવાથી ખાવાની થાળીનો સ્વાદ બગડી ગયો છે. દિલ્હીમાં પાલકની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. તે જ સમયે ભીંડા, પરવલ, દુધીનાં ભાવમાં ભારે વધારો થયો છે. જો તમે ઉનાળામાં શિકંજી પીવાના શોખીન છો તો જણાવી દઈએ કે ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 રૂપિયામાં મળે છે.

દેશના અનેક શહેરોમાં ભાવ આસમાને છે:
દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોની મંડીઓમાં શાકભાજીના ભાવ આસમાને છે. જો કે, કેટલીક જગ્યાએ શાકભાજીની આવક ઓછી હોવાનું માનવામાં આવે છે.

બજારમાં આવતા લોકોનું કહેવું છે કે ડોક્ટરો પણ સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખે છે. વધી રહેલા શાકભાજીના ભાવે સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. સતત વધી રહેલા ભાવ આસમાને પહોંચી ગયા છે.

હાલમાં જોવામાં આવે તો લીંબુના ભાવ 200 થી 250 પહોચી ગયા છે. તો બીજી બાજુ ભીંડાના ભાવ 100 થી 120 પહોંચી ગયા છે. કોબીનાં ભાવ 40 થી 60 પહોંચી ગયા છે. દુધીના ભાવ 50 થી 60 સુધી પહોચી ગયા છે. આદુના ભાવ 60 થી 70 પહોંચી ગયા છે. ગાજરના ભાવ 40 થી 50 પહોંચી ગયા છે. આ તમામ શાકભાજીના ભાવ પ્રતિકિલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *