NPS Vatsalya Scheme: ભારત સરકારની એક યોજના છે, જે તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. આ સ્કીમની મદદથી તમે તમારા બાળકોને વૃદ્ધાવસ્થામાં પણ સુરક્ષિત (NPS Vatsalya Scheme) કરી શકો છો. રાષ્ટ્રીય પેન્શન યોજના ‘NPS વાત્સલ્ય યોજના’ હેઠળ ભારત સરકારની એક નવી પહેલ છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી, જેની જાહેરાત જુલાઈ 2024 ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનાનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) હેઠળ કરવામાં આવશે.
1000 રૂપિયાનું વાર્ષિક ફંડથી એનપીએસ વત્સલ્ય ખાતું ખોલી શકશો
એનપીએસ વાત્સલ્ય સ્કીમમાં તમે તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પેન્શન ખાતું ખોલી શકો છો. તેનું સંચાલન પીએફઆરડીએ (PFRDA) કરશે. વિત્ત મંત્રીએ એનપીએસ વાત્સલ્ય માટે ઓનલાઇન પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. આ સ્કીમમાં તમને એક પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ (PRAN Card) પણ આપવામાં આવશે. તમે 1000 રૂપિયાના વાર્ષિક રોકાણથી શરૂ કરી શકો છો. આ સ્કીમમાં 75 ટકા રકમનું ઈક્વિટીમાં રોકાણ કરવાનો વિકલ્પ મળશે. ડિફોલ્ટ ઓપ્શન 50 ટકા જ રહેશે. આને બધા બેંક, ઇન્ડિયા પોસ્ટ અને પેન્શન ફંડ દ્વારા ખોલી શકાશે. આ માટે બાળકોના જન્મ પ્રમાણપત્ર અને માતાપિતાની કેવાયસી કરાવવી પડશે.
3 વર્ષનો લોક ઈન સમય અને 3 વાર રૂપિયા કાઢવાની વ્યવસ્થા
સ્કીમના નિયમો મુજબ, જ્યારે બાળક 18 વર્ષનો થાય છે, ત્યારે આ નિયમિત એનપીએસ ખાતામાં બદલાશે. તેના કારણે, બાળક પુખ્ત થતા તમે તમારી રોકાણ યાત્રા ચાલુ રાખી શકો છો. એનપીએસ વાત્સલ્ય ખાતું તમને વિડ્રૉલની સુવિધા પણ આપે છે. તેમાં 3 વર્ષનો લોક ઈન સમય રહેશે.
તમે શિક્ષણ, બિમારી અથવા વિકલાંગતાના સમયે 25 ટકા રકમ કાઢી શકો છો. પરંતુ, માત્ર 3 વાર જ પૈસાં કાઢી શકાશે. જો આ સ્કીમમાં તમારું બેલેન્સ 2.5 લાખ રૂપિયાથી વધારે છે, તો 20 ટકા રકમ કાઢી શકાશે. જો ઓછું હોય, તો આખી રકમ કાઢી શકાય છે. મૃત્યુની સ્થિતિમાં સમગ્ર રકમ માતાપિતાને પરત આપવામાં આવશે.
જો તમે 6 વર્ષની ઉંમરે ખાતું ખોલાવશો તો 54 વર્ષ સુધી રોકાણ કર્યા પછી 60 વર્ષની ઉંમરે તમને આ પૈસા મળશે. આ યોજના 8 થી 10 ટકા વળતર આપે છે. જો તમને વાર્ષિક 10 ટકા વળતર મળે છે. તો 60 વર્ષની ઉંમર બાદ ખાતામાં 1.3 કરોડ રૂપિયાનું ફંડ જમા થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App