આજે 12 વાગ્યે થશે રાજ્ય સભામાં NRC બીલ રજુ: મોદી સરકારની અગ્નિ પરીક્ષા

સોમવારના રોજ  લોકસભામાં નાગરિક સંશોધન બિલ સહેલાયથી પસાર થઈ ગયું છે. ત્યારે આજે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં આ બિલ રજૂ થશે. રાજ્યસભામાં આ બિલ…

સોમવારના રોજ  લોકસભામાં નાગરિક સંશોધન બિલ સહેલાયથી પસાર થઈ ગયું છે. ત્યારે આજે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં આ બિલ રજૂ થશે. રાજ્યસભામાં આ બિલ પર લગભગ 12 વાગ્યાની આસપાસ ચર્ચા શરૂ કરાશે. આજે રાજ્યભામાં પ્રશ્નકાળ નહીં હોય. આ બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

બિલ પર ચર્ચાની શરૂઆત કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અને આનંદ શર્મા કરશે. આ ઉપરાંત ટીએમની ડેરેક ઓબ્રાયન, ડીએમકેના તિરુચી સિવા, બસપાના સતીશ મિશ્રા, બસપાના જાવેદઅલી ખાન, આપના સંજય સિંહ, એનસીપી તરફથી પ્રફુલ પટેલ અને આરજેડીના મનોઝ ઝા આ ચર્ચામાં ભાગ લેશે. મોદી સરકારની પરીક્ષા ત્યારે શરૂ થશે જ્યારે ચર્ચા બાદ બિલ રાજ્યસભામાં પસાર કરવા માટે મતદાન થશે. ચર્ચા દરમિયાન રાજ્યસભામાં હોબાળાની સંપૂર્ણ શક્યતા છે.

રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરવા માટે કોંગ્રેસ, ટીએમસી અને સપાએ પોતાના સાંસદો ગૃહમાં હાજર રહે તે માટે વ્હિપ જાહેર કર્યુ છે. નોંધનિય છે કે લોકસભામાં સરકારની સાથે જેડીયૂ, શિવસેના, બીજેડી અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાંક પક્ષ સમર્થનમાં વોટિંગ કર્યુ હતું. એ કારણે આ બિલ સહેલાઈથી પસાર થઈ શક્યું હતું. પરંતુ રાજ્યસભામાં બિલ પાસ થાય તે પહેલાં શિવસેનાએ કેટલીક શરતો રાખી છે અને જો આ શર્ત પૂરી થશે તો જ બિલના સમર્થનમાં મતદાન કરશે તેવો નિર્ધાર કર્યો છે. જેને પગલે મોદી સરકારની મુશ્કેલી વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *