પોતાના વિચિત્ર નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનારા પાકિસ્તાનના રેલવેપ્રધાન શેખ રશીદે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાન પાસે નાનકડા પરમાણુ બોંબ હોવાનું જણાવી ચૂકેલા શેખ રશીદે જણાવ્યું કે હવે ભારત સાથે યુદ્ધ પરંપરાગત રીતે નહીં થાય.
હવે સીધું પરમાણુ યુદ્ધ
પરંતુ સીધું જ પરમાણુ યુદ્ધ થશે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શેખી મારી કે હવે એવું યુદ્ધ નહીં થાય કે જેમાં 4-6 દિવસ સુધી ટેંક અને તોપ ચાલે. ફાઇટર જેટ અને નેવી સામસામા ગોળા ફેંકે. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધું જ પરમાણુ યુદ્ધ થશે.
પહેલા પણ આપી ચુક્યા છે આવા નિવેદનો
મહત્વનું છે કે શેખ રશીદ આ પહેલા પણ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. કેટલાક દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે સવાસો ગ્રામ અને અઢીસો ગ્રામના પણ પરમાણુ બોંબ છે. જે કોઇ ખાસ ટાર્ગેટ પર વાર કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.